જમ્મુ-કાશ્મીરથી મોટા સમાચાર, કુલગામમાં CRPF કૈપ પર આતંકી હુમલો, 2 સીઆરપીએફ જવાનો ઘાયલ થવાના સમાચાર
જમ્મુ અને કાશ્મીરથી મોટા સમાચાર સામે આવ્યા છે. કુલગામમાં CRPF કેમ્પ પર આતંકવાદી હુમલો થયો છે. આ આતંકવાદી હુમલામાં બે સૈનિકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, એક સૈનિકની હાલત ગંભીર છે.
CRPF એ નિવેદન બહાર પાડ્યું, બે સૈનિકો ઘાયલ થયાની પુષ્ટિ
CRPF એ અહેવાલ આપ્યો છે કે, "આજે બપોરે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક ચોકી પર તૈનાત સુરક્ષા કર્મચારીઓ પર મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો જેમાં બે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સૈનિકો ઘાયલ થયા હતા. આ ઘટના બપોરે 2:15 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે હુમલાખોરોએ CRPF કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. CRPF ના જણાવ્યા અનુસાર, ઘાયલ સૈનિકોને સારવાર માટે અનંતનાગ જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે."
કોપી અપડેટ કરવામાં આવી રહી છે...

