Hottest Place On Earth- અહીં 100 ડિગ્રીને પાર પહોંચી જાય છે
એપ્રિલ મહિનામાં આકરી ગરમીએ લોકોની હાલત કફોડી બનાવી દીધી છે. મે અને જૂન મહિનાની ગરમી વિશે વિચારીને જ લોકોને પરસેવો થવા લાગે છે. 50 ડિગ્રી પારો પહોંચવાની વાત સાંભળીને મગજ પણ સૂન્ન થવા લાગે છે. તો જરા એ જગ્યા વિશે વિચારો જ્યાં તાપમાનનો પારો 100 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
વિશ્વનું સૌથી ગરમ સ્થળ અમેરીકાના રાજ્ય કેલિફોર્નિયામાં આવેલું છે. અમેરિકા (United States News)ના કેલિફોર્નિયામાં એક એવી જગ્યા (California Death Valley) છે જ્યાં પારો 100ને પાર પહોંચી જાય છે.
અહીં ભારે ગરમીના કારણે તેને ડેથ વેલી પણ કહેવામાં આવે છે. આ જગ્યાએ જૂન અને ઓગસ્ટ વચ્ચે એટલી ગરમી હોય છે કે તાપમાનનો પારો 100 ડિગ્રીથી ઉપર જાય છે.