રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 5 એપ્રિલ 2022 (18:54 IST)

13 વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ, 8 પ્રેગનન્ટ ટીચરને સજા-એ -મોત

Indonesian Teacher Rape Students:  ઈંડોનેશિયાના કોર્ટએ એક ટીચતને મોતની સજા સંભળાવી છે. આ ટીચરે ઈસ્લામિક શાળામાં 13 વિદ્યાર્થીઓની સાથે રેપ કર્યો હતો. તેનાથી પહેલા આ ટીચરને આજીવન કેદની સજા મળી હતી. જેનો અભિયોજન પક્ષએ વિરોધ કર્યો અને તેની મોતની સજાની માંગણી કરી હતી. 

ઈન્ડોનેશિયામાં એક શિક્ષકે હવનિયતની તમામ હદો પાર કરી દીધી છે. અહીં આ ટીચરે ઓછામાં ઓછી 13 વિદ્યાર્થિનીઓ સાથે રેપ કર્યો છે, જેમાંથી ઘણી તો પ્રેગ્નેન્ટ પણ હતી. રિપોર્ટ અનુસાર લગભગ પાંચ વર્ષ સુધી આ ટીચરે આ વિદ્યાર્થિનીઓ સાથે રેપ કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલના આચાર્યે 13 વિદ્યાર્થીઓની સાથે દુષ્કર્મ આચર્યું હતું, તેણે અલગ અલગ સમયે નિર્દોષ સગીરાઓને ફસાવી હતી અને તેની સાથે આ કામ કર્યું હતું. બોર્ડિંગ સ્કૂલમાં ભણતી છોકરીઓ સાથે થયેલી આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ છે અને ટીચરની સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. પોલીસે પણ આરોપીની ધરપકડ કરી લીધી છે. 
 
કોર્ટે ફટકારી આજીવન કારાવાસની સજા 
કોર્ટે આરોપી ટિચરને જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારી છે.  બાંડુંગ જિલ્લા અદાલતમાં ત્રણ જજોની ખંડપીઠે શાળાના આચાર્ય વિરવાનને બાળ સુરક્ષા અધિનિયમ અને ફોજદારી ધારાના ભંગ બદલ દોષિત ઠેરવ્યા હતા. સાથે જ તેમણે મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા મંત્રાલયને પીડિત વિદ્યાર્થિનીઓને સંયુક્ત રીતે 33.1 કરોડ રૂપિયા (23,200 ડોલર) આપવા માટે કહ્યું છે. આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે બળાત્કારના કારણે જન્મેલા બાળકોને બાળ અને મહિલા સુરક્ષા એજન્સીને સોંપી દેવામાં આવે. કોર્ટે કહ્યું કે જ્યારે પીડિત યુવતીઓ પોતાના બાળકોની સંભાળ રાખવા માટે માનસિક રીતે તૈયાર થશે. ત્યારબાદ જ બાળકોને તેમના હવાલે કરવામાં આવશે.