શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 28 ઑક્ટોબર 2023 (16:21 IST)

53 વર્ષની માતાએ દીકરા સાથે કર્યા લગ્ન

mother and son
mother and son
 
 પ્રેમ એ ખૂબ જ સુંદર એહસાસ છે. આ ગમે ત્યારે અને કોઈપણ વ્યક્તિ સાથે થઈ શકે છે. પોતાના પુત્ર સાથે પણ. હા. આપણે જે પ્રેમની વાત કરી રહ્યા છીએ તે માતા અને પુત્રનો સામાન્ય પ્રેમ નથી. અહીં પ્રેમનો રંગ એટલો હદ વટાવી ગયો કે એક માતાએ પોતાના જ પુત્ર સાથે લગ્ન કરી લીધા. આ મામલામાં રસપ્રદ વાત એ છે કે એક માતા કે જેણે તેના સાવકા પુત્ર સાથે લગ્ન કર્યા છે તે હવે દુનિયાથી ભાગી રહી છે.  31 વર્ષ નાના પોતાના પુત્ર સાથે લગ્ન કરનારી મહિલાએ જણાવ્યું કે તે કેવી રીતે મોસ્કોથી ભાગી રહી છે જેથી તેણી તેના અન્ય પાંચ બાળકોને રાખી શકે.
 
આ મામલો રશિયાનો છે, જ્યાં 53 વર્ષીય સંગીતકાર અસિલુ ચિઝેવસ્કાયા મિંગાલિમે બાળ કલ્યાણ નિષ્ણાતોને ડરાવી દીધા જ્યારે તેણીએ તેના 22 વર્ષના સાવકા પુત્ર ડેનિયલ ચિઝેવસ્કી સાથે લગ્ન કર્યા. જણાવવામાં આવી રહ્યું છે કે રશિયાના રિપબ્લિક ઓફ ટાટારસ્તાનના કાઝાનમાં એક રેસ્ટોરન્ટમાં કપલે એકબીજા સાથે જીવવા અને મરવાના સોગંદ લીધા છે.
 
જો સ્થાનિક મીડિયામાંથી મળેલી માહિતીનું માનીએ તો મિંગાલિમે ડેનિયલને માત્ર 14 વર્ષનો હતો ત્યારથી જ ઉછેર્યો હતો. તેને અનાથાશ્રમમાં મળ્યા બાદ તેણે તેને દત્તક લીધો હતો.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીં જ મિંગાલિમ ડેનિયલને સંગીત શીખવતો હતો અને તે સમયે તે માત્ર 13 વર્ષનો હતો
 
ઉલ્લેખનિય છે કે મિંગાલિમ ડેનિયલ સાથેના લગ્ન પછીથી મુશ્કેલીઓના સામનો કરી રહી છે. આ વિસ્તારના બાળ કલ્યાણ અધિકારીઓએ મિંગાલિમની કસ્ટડીમાંથી દત્તક લીધેલા અન્ય પાંચ બાળકોને જપ્ત કર્યા છે, જેમાં ચાર છોકરીઓ અને એક છોકરો છે. અધિકારીઓનું માનવું છે કે મિંગાલિમના ઇરાદાને જોતાં તે આ બાળકોનો ભાગ્યે જ યોગ્ય રીતે ઉછેર કરી શકે. 
 
સ્થાનિક મીડિયા સાથે વાત કરતા મિંગાલિમે કહ્યું કે ડેનિયલ સાથે તેનો રોમાંસ ત્યારે શરૂ થયો જ્યારે તે તેને અનાથાશ્રમમાંથી ઘરે લઈ ગઈ. મિંગાલિમે કહ્યું, “અમારો સંબંધ સંપૂર્ણ છે. અમે એકબીજા વિના જીવી શકતા નથી. સાથે જ તેણે એ પણ સ્વીકાર્યું છે કે અમારા વેવ લેન્થ એકબીજા સાથે ઘણા મળતા આવે છે.
 
સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તતારસ્તાન ટીવી સ્ટેશન માટે એક ફિલ્મ પ્રોજેક્ટ દરમિયાન અનાથ બાળકોને મળ્યા પછી મિંગાલિમે બાળકોને દત્તક લેવાનું શરૂ કર્યું. હાલમાં, મિંગાલિમ તાતારસ્તાનથી ભાગી જવાની યોજના બનાવી રહી છે અને તે તેના નવા પતિને તેની સાથે લઈ જવા માંગે છે. મહિલા મોસ્કો જવા ઈચ્છે છે જ્યાં તે, તેનો પતિ અને અન્ય બાળકો સાથે રહી શકે.