ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 7 એપ્રિલ 2020 (14:01 IST)

World Health Day 2020: નર્સ અને આરોગ્ય કર્મચારીઓને સમર્પિત છે આ વર્ષનો વિશ્વ આરોગ્ય દિવસ, કોવિડ -19 માં મુખ્ય ભૂમિકા,

World Health Day 2020: એવા સમયમાં જ્યારે આખું વિશ્વ (કોવિડ -19) કોરોના વાયરસ સામે લડી રહ્યું છે, વિશ્વ આરોગ્ય સંગઠને દર વર્ષે 7 એપ્રિલના રોજ ઉજવાતા વર્લ્ડ હેલ્થ ડેને આ વર્ષે  કોરોના મહામારી સામે લડવામાં સૌથી આગળ ઉભી રહેતી નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓને સમર્પિત કર્યો છે. 
 
 ડબ્લ્યુએચઓ દ્વારા આજે વિશ્વ આરોગ્ય દિવસ 2020 ની થીમ પર  રજુ કરવામાં આવેલા અપડેટ મુજબ, નર્સો અને મિડવાઇફના આ આંતરરાષ્ટ્રીય વર્ષમાં  સમગ્ર વિશ્વમાં નર્સિંગની સ્થિતિને ઉજાગર કરવામાં આવશે. ડબ્લ્યુએચઓ અને તેના સહયોગી સંગઠનો દ્વારા નર્સિંગ અને મિડવાઇફ ફીલ્ડ કર્મચારીઓની સ્થિતિને મજબૂત કરવા માટે અનેક ભલામણો કરશે.
 
ડબ્લ્યુએચઓએ દરેકને નર્સિંગ અને મિડવાઇવ્સ કર્મચારીઓના સશક્તિકરણ માટે  સહકાર આપવા માટે અપીલ કરી છે જેથી દરેક જગ્યાએ અને તમામ લોકોને જરૂરી આરોગ્ય સુવિધાઓ સરળતાથી મળી રહે.
 
વર્લ્ડ હેલ્થ ડે 2020 ના અવસર પર ડબ્લ્યુએચઓ વર્લ્ડ નર્સિંગ રિપોર્ટ 2020 ની પણ શરૂઆત કરી રહ્યું છે જે વિશ્વભરના નર્સિંગ કર્મચારીઓ અને  તેમની ભૂમિકા વધારવા માટે પુરાવા આધારિત નીતિગત રૂપે સહાયક સાબિત થશે.
 
વિશ્વ આરોગ્ય દિવસ 2020 ના મુખ્ય બિંદુ 
 
- થીમ: 'સપોર્ટ નર્સેસ એંડ મિડવાઇવ્સ'
 
- આ આંતરરાષ્ટ્રીય વર્ષમાં, નર્સિંગની સમગ્ર વિશ્વમાં સ્થિતિને પ્રકાશિત કરવામાં આવશે.
 
- ડબ્લ્યુએચઓ દ્વારા વર્લ્ડ નર્સિંગ રિપોર્ટ 2020 નો પ્રારંભ કરવામાં આવ્યો
 
- રિપોર્ટ પુરાવા આધારિત નીતિના સમર્થક સાબિત થશે
 
ચાલો આપણે જાણીએ કે વર્ષ 2018 અને 2019 ના વિશ્વ દિવસની થીમ હતી - યુનિવર્સલ હેલ્થ કવરેજ: એવરીઓન, એવરી સર્વ