બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (07:43 IST)

ચેતજો- લીંબૂનો વધારે સેવન આરોગ્ય માટે નુકશાનકારી હોઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

દાંતને પહોચાડી શક છે નુકશાન
લીંબૂમાં સિટ્રીક એસિડ હોય છે. વિશેષજ્ઞ કહે છે કે જો દાંતમાં તેનો વધારે સંપર્ક હોય તો દાંત સંવેદનશીલ થઈ જાય છે. વાર-વાર લાંબૂના રસના સંપર્કથી દાંતની ઉપરની સપાટીને નુકશાન પહોંચાડી શકે છે તેથી લીંબૂના રસને પાણીમાં મિક્સ કરી પીવાની સલાહ અપાય છે. 
 
વધી શકે છે એસિડીટીની સમસ્યા
જો તમને એસિડીટીની સમસ્યા છે તો લીંબૂનો સેવન કદાચ ન કરવું કારણ કે તેમાં એસિડ હોય છે. અને આ તમારી સમસ્યાને વધારી શકે છે. તે સિવાય લીંબૂ પાણીનો વધારે સેવન સીનામાં બળતરાની સમસ્યા પણ પેદા કરી શકે છે. 
 
અસ્થમામાં નુકશાનદાયક છે લીંબૂનો વધારે સેવન 
લીંબૂનો વધારે સેવન કરવાથી અસ્થમાની સમસ્યા વધી શકે છે. તે સિવાય જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો ડાક્ટરની સલાહ પર જ લીંબૂનો સેવન કરવું. ક્યાં આવુ તો ન હોય કે આ તમારી સમસ્યાઓને વધારી નાખે. 
 
અલ્સરની સમસ્યામાં નુકશાનદાયક 
લીંબૂ વધરે અમ્લીય હોય છે અને વધાર એ અમ્લીય વસ્તુઓના સેવનથી જ અલ્સરની સમસ્યા હોય છે તેથી વિશેષજ્ઞ કહે છે કે લીંબૂ પાણીનો વધારે સેવનથી પેપ્ટિક અલ્સરની સમસ્યા વધુ ગંભીર હોઈ શકે છે. એવા દર્દીઓને લીંબૂ પાણીના સેવનથી પહેલા ડાક્ટરથી સલા જરૂર લઈ લેવી જોઈએ.