બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (17:17 IST)

આલુ પરાઠાથી પણ વધુ ખતરનાક છે ઈડલી અને રાજમાં, તમે પણ સમજો કેવી રીતે

ભારત સહિત દુનિયાભરમાં ખાવાની ઘણી બધી વેરાયટી રહેલી છે. એટલુ જ નહી સામાન્ય લોકો ઉપરાંત વૈજ્ઞાનિક પણ જુદી જુદી વેરાયટીની શોધ કરતા રહે છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતની ઈડલી, ચણા મસાલા, રાજમા અને ચિકન જલફ્રેજી એ ટોપ 25 ડિશેજમાં સામેલ કરવામાં  આવ્યા છે, જે બાયોડાયવર્સિટી એટલે કે જૈવવિવિધતાને સૌથી વધુ નુકશાન પહોંચાડે છે.  મળતી માહિતી મુજબ વૈજ્ઞાનિકોએ દુનિયાભરના 151 લોકપ્રિય વ્યંજનોના બાયોડાયવર્સિટી ફુટપ્રિંટ્સનો અભ્યાસ કર્યા બાદ આ નિષ્કર્ષ કાઢ્યો છે. જાણો વૈજ્ઞાનિકોએ આ વ્યંજનને લઈને શુ કહ્યુ. 
 
કયુ વ્યંજન વધુ ખતરનાક 
ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોના મુજબ સૌથી વધુ બાયોડાયવર્સિટી ફુટપ્રિટવાળી ડિશ સ્પેનની રોસ્ટ લૈબ રેસિપી લેશાજો છે. બીજી બાજુ લેશાજો પછી ચાર સ્થાન પર બ્રાઝીલના માંસાહારી વ્યંજન છે. ત્યારબાદ ઈડલીને છઠ્ઠા અને રાજમાને સાતમા સ્થાન પર રાખવામાં આવ્યુ છે. રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે વીગન અને વેજિટેરિયન ડિશેજ સામાન્ય રીતે માંસાહારી વ્યંજનોની તુલનામાં ઓછી બાયોડાયવર્સિટે ફુટપ્રિંટવાળી રહે છે. પણ વૈજ્ઞાનિકોએ કહ્યુ કે આ હેરાન કરનારી વાત છે કે ચોખા અને બીંસવાળી રેસીપીસ બાયોડાયવર્સિટી ફુટપ્રિંટ વધુ મળે છે. 
 
આલુ પરોઠા અને ઢોસા કયા નંબર પર ?
 
વૈજ્ઞાનિકોએ સ્ટડીમાં સૌથી ઓછી બાયોડાયવર્સિટી ફુટપ્રિંટવાળી ડિશ ફ્રેંચ ફ્રાય બતાવી છે. ભારતના આલુ પરાઠાને 96મા સ્થાન પર, ડોસાને 103મા અને બોડાને 109માં સ્થાન પર મુકવામાં આવ્યુ છે.  અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે આ રિસર્ચ દ્વારા એ જાણ થાય છે કે ભારતમાં બાયોડાયવર્સિટી પર દબાણ વધુ છે. 
 
પર્યાવરણના હિતમાં છે આ રિસર્ચ 
 રિસર્ચનુ નેતૃત્વ કરનારા નેશનલ યૂનિવર્સિટી ઓફ સિંગાપુરમાં બાયોલોજિકલ સાયંસેજના એસોસિએટ પ્રોફેસર લુઈસ રોમને કહ્યુ કે ભોજનની પસંદ સામાન્ય રીતે સ્વાદ, કિમંત અને હેલ્થથી પ્રભાવિત થાય છે.  પણ બાયોડાયવર્સિટી ઈપૈક્ટ સ્કોર  આપનારા અભ્યાસ લોકોની આ વાતમાં મદદ કરી શકે છે કે તેમની ફુડ ચોઈસ પર્યાવરણને ધ્યાનમાં રાખતા થવી જોઈએ. 
 
દાળ-ભાતની વ્યાપક અસર
 
સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીમાં જૈવિક વિજ્ઞાનના સહયોગી પ્રોફેસર લુઈસ રોમન કેરાસ્કો કહે છે કે 'દરેક વાનગી તેના એ ઈંગ્રેડિયંટના આધારે ઘણી પ્રજાતિઓને અસર કરે છે. તે વાનગીઓ ખાવાથી આપણે ઘણી પ્રજાતિઓને લુપ્ત થવાની નજીક ધકેલી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, "ભારતમાં દાળ અને ભાતને  વધુ પ્રભાવ છે જે આશ્ચર્યજનક છે, પરંતુ આપણી ઇકોસિસ્ટમ તેનાથી ભાગ્યે જ પ્રભાવિત થાય છે."
 
Rajma Health Benefits
Rajma Health Benefits
આ અભ્યાસ દાવો કરે છે કે આપણી ઇકોસિસ્ટમને અસર કરતી સૌથી મોટી સમસ્યા એ કૃષિનું વિસ્તરણ છે. આ સિવાય માંસાહારી ખોરાક પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જો કે, અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચોખા અને કઠોળના ઉત્પાદન છતાં, ભારતમાં શાકાહારીઓની મોટી વસ્તી હોવાને કારણે, આપણી ઇકોસિસ્ટમમાં સંતુલન છે