ઘરેલુ ઉપચાર - દૂધીના ઔષધિય ગુણ
ઘરેલુ ઉપચાર - દૂધીના ઔષધિય ગુણ
* દૂધીના સેવનથી માનસિક તણાવ ઓછો થાય છે. આંખોની રોશની વધે છે.
* દૂધી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
* જ્યારે શરીરનું તાપમાન સામાન્ય તાપમાનથી વધારે હોય તો તેને તાવ કહે છે. તાવ આવતા દર્દીને 15-20ml દૂધીનો રસ થોડી મિશ્રી નાખીને આપવાથી લાભ થાય છે.
*હૃદય રોગીને ભોજન ઓછી માત્રામાં જ આપવું જોઈએ. તેથી દર્દીઓને દૂધીના શાક સાથે તેનો રસ 10-15 ml દરરોજ સવાર-સાંજ સેવન લેવો જોઈએ. જેથી હૃદયનો કાર્યભાર ન વધે.
* કોલેરા જેવા રોગમાં દૂધીના રસમાં અડધા લીંબુને મિક્સ કરીને પીવાથી પેશાબ વધારે અને ખૂલીને આવે છે.
* ઉધરસ, ટી.બી, છાતીમાં બળતરા રહેતી હોય તેઓ માટે દૂધીનું કોઈપણ પ્રકારનું સેવન લાભદાયી ગણી શકાય છે.
* હૃદયરોગમાં અને ખાસ કરીને ભોજન લીધા પછી એક કપ દૂધીના રસમાં થોડો મરીનો ભૂકો અને ફૂદીનો નાંખીને પીવાથી થોડા દિવસમાં રાહત મળવાનું શરૂ થઈ જાય છે.
* દૂધીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોવાના કારણે કિડનીની તકલીફમાં રાહત આપે છે.
* દૂધીમાં મિનરલ સોલ્ટ સારા એવા પ્રમાણમાં મળતું હોવાથી તે શરીરને માટે આવકાર્ય છે.
* દૂધીના જે બીજને ફેંકી દેવામાં આવે છે તેનું તેલ શરીરના કોલેસ્ટેરોલને ઓછું કરે છે અને હૃદયને શક્તિ આપે છે. તે લોહીની નાડીઓને પણ સ્વસ્થ કરે છે. દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઈ, કબડિયાતસ કમળો, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, શરીરમાં બળતરા કે માનસિક ઉત્તેજના વગેરેમાં ઉપયોગી સાબિત થાય છે.