બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શનિવાર, 17 માર્ચ 2018 (14:52 IST)

આ રીતે પિસ્તા ખાવ અને હાઈ બ્લડ પ્રેશર પર રાખો કંટ્રોલ

હાઈ બ્લડ પ્રેશર મતલબ હાઈ બીપીની સમસ્યા હવે દર 5માંથી 3 લોકોમાં જોવા મળી રહે છે.  45 
વર્ષથી વધુ વયના લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે.  આ સમસ્યાનુ મુખ્ય કારણ ટેંશન, ખોટુ ખાનપાન, જાડાપણું પૂર્ણ ઊંઘ ન લેવી, કસરતની કમી, હાઈ કોલેસ્ટ્રોલ વગેરે છે. બ્લડ પ્રેશર હાઈ થતા માથાનો દુખાવો, થાક, હ્રદય રોગ અને કિડની પર પણ ખૂબ પ્રભાવ પડી શકે છે. તેથી તેનો તરત ઈલાજ કરવાની ખૂબ જરૂરી છે.  આજે અમે તમારા એવા ઘરેલુ નુસ્ખા બતાવવા જઈ રહ્યા છે.  જેનો ઉપયોગ કરીને તમે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે. 
 
સામગ્રી - ડ્રાઈ પિસ્તા - 3-4 
પાણી - 1 ગ્લાસ 
 
એક ગ્લાસ પાણીમાં પિસ્તા નાખીને આખી રાત પલાળીને મુકી દો અને સવારે નાસ્તો કર્યા પછી આ પાણીને પી લો અને પિસ્તા ખાવ. હાઈ બીપીથી સંપૂર્ણ રીતે રાહત મેળવવા માટે તમે આ નુસ્ખો લગભગ ત્રણ મહિના સુધી કરો. 
 
સારા પરિણામ માટે આ નુસ્ખાને કરવા સાથે સાથે તમે તમારા ખાન-પાનમાં ફેરફાર લાવો. વધુ તળેલી વસ્તુઓ ન ખાવ અને રોજ કસરત કરો. જે લોકોનુ વજન વધુ છે તે વધુ ફેટવાળી વસ્તુઓનુ સેવન ન કરે.   આ સાથે રોગીએ પોતાની મેડિસિન પણ ચાલુ રાખવી જોઈએ અને જ્યારે હાઈ બીપી ઓછો થવા માંડે તો ધીરે ધીરે દવાઓ ઘટાવી લેવી જોઈએ.