સ્તનોને સ્વસ્થ રાખવા માટે મહિલાઓ દરરોજ કરવુ આ આસનનો અભ્યાસ
ત્રિકોણાસન કરતા શરીરની મુદ્રા ત્રિકોણની સમાન જોવાય છે. તેથીઆ આસનનો નામકરણ કરાયુ છે. ત્રિકોણાસન મહિલાઓ માટે ખૂબ જરૂરી અને લાભકારી આસન છે. વધતી છોકરીઓને આ આસનનો અભ્યાસ જરૂર કરવો જોઈએ. તેનાથી તેને ખૂબ ફાયદો પહોચાડે છે. બીજા લોકો માટે પણ ત્રિકોણાસન કરવુ ખૂબ ફાયદાકારી છે. તેનાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો જાણીએ ત્રિકોણાસન કરવાનો સાચી રીતે અને તેનાથી થતા લાભ
ત્રિકોણાસન કરવાની રીત
-સીધા ઉભા થઈને તમારા પગના વચ્ચે થોડી દૂરી બનાવી લો. સુનિશ્ચિત કરો કે તમારા પંજા જમીનને દબાવતા રહેવું અને શરીરનો ભાર બન્ને પગ પર સમાન રૂપથી હોય. ત્યારબાદ તમારી બાજુને શરીરથી દૂર ખભા સુધી ફેલાવો. શ્વાસને અંદર લેતા જમણા હાથને ઉપર ઉઠાવીને કાનથી ચિપકાવી દો. હવે ડાબા પગને બહારની તરફ વળી લો. હવે શ્વાસને બહાર છોડતા કમરથી ડાબી બાજુ તરફ વળવું. ઝુકતા સમયે તમારા ઘૂંટણ ન વળવું અને જમણા હાથ કાનથી ચિપકાવીને રાખવું. હવે તમારા જમણા હાથને જમીનના સમાંતર લાવવાના પ્રયાસ કરો અને તમારા ડાબા હાથથી ડાબા ઘૂટણને અડવાની કોશિશ કરવી. આ મુદ્રામાં 20 થી 30 સેકંડ સુધી રહેવું.
લાભ
- ત્રિકોણાસનના નિયમિત અભ્યાસથી પાચનતંત્ર સુધરે છે.
- મહિલાઓ જો તેનો સાચી રીતે અભ્યાસ કરે છે તો તેમના સ્તન સ્વસ્થ રહે છે.
- તનાવ અને અવસાદથી છુટકારો મેળવવામાં પણ ત્રિકોણાસન ખૂબ પ્રભાવશાળી છે.
- કમરના દુખાવા દૂર કરવા માટે પણ આ આસનને કરાય છે.
- હાથ, પગ અને ઘૂંટણને મજબૂત કરવા માટે પણ આ આસનનિ અભ્યાસ કરાય છે.
સાવધાનીઓ
- જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો આ આસન ન કરવું.
- ડાયરિયામાં પણ ત્રિકોણાસન કરવુ યોગ્ય નથી.
- ઉચ્ચ કે નિમ્ન રક્તચાપના સમયે યોગ પ્રશિક્ષકની સલાહ વગર આ આસનનો અભ્યાસ ન કરવું.