સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 16 એપ્રિલ 2018 (15:59 IST)

રાત્રે દૂધ પીવાથી થાય છે કમાલના ફાયદા...

હંમેશા સાંભળવા મળે છે કે દરેક વ્યક્તિએ દૂધ પીવુ જોઈએ. દૂધ પીવાથી શરીરને તાકત મળે છે. સાથે જ દૂધ આરોગ્યના હિસાબથી ખૂબ લાભકારી હોય છે. દૂધમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરસ્લ હોય છે.  જે શરીરને જરૂરી પોષક તત્વ આપે છે. પણ શુ તમે જાણો છો કે દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે. કયા સમયે દૂધ પીવાથી વધુ ફાયદો થાય છે. 
 
જો તમને ખબર ન હોય તો આજેની આ રિપોર્ટમાં અમે તમને બતાવી રહ્યા છીએ કે કયા સમયે દૂધ પીવુ વધુ લાભકારી હોય છે. સવારે દૂધ પીવાથી શરીરમાં આખો દિવસ એનર્જી કાયમ રહે છે અને બીજી બાજુ રાત્રે દૂધ પીવાથી મગજ શાંત રહે છે અને ઉંઘ સારી આવે છે. 
જુદા જુદા સમયે દૂધ પીવાથી શરીર પર અસર 
 
સવારે દૂધ ભારે હોય છે જે સહેલાઈથી પચતુ નથી. તેથી તેને સવારે પીવુ ન જોઈએ. પણ બીજી બાજુ એવુ પણ માનવામાં આવે છેકે સવારે દૂધ પીવાથી આખો દિવસ એનર્જી ભરપૂર રહે છે. 
 
બપોર - વડીલોએ બપોરે દૂધ પીવુ લાભકારી હોય છે. આ સમયે દૂધ પીવાથી શરીરને તાકત મળે છે. 
 
સાંજે - કેટલાક લોકો સાંજના સમયે બાળકોને દૂધ આપે છે. આ સમયે દૂધ પીવાથી આંખો માટે ખૂબ સારુ માનવામાં આવે છે. 
રાત - રાતના સમયે દૂધ પીવુ સૌથી સારો સમય માનવામાં આવે છે. આવુ એ માટે કારણ કે શરીરના આખો દિવસનો થાક મટી જાય છે અને ઉંઘ પણ સારી આવે છે. 
 
રાત્રે દૂધ પીવાના ફાયદા 
 
-  દૂધમાં ટ્રીપ્ટોફન નામનુ એમીનો એસિડ હોય છે, જે ઉંઘના હાર્મોન લેવલને વધારે છે અને આ કારણથી રાત્રે દૂધ પીધા પછી ઊંઘ સારી આવે છે. 
 
- દૂધમાં કૈલ્શિયમ રાત્રે દૂધ પીવાથી વધુ ફાયદો કરે છે અને હાંડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. 
 
- દૂધમાં રહેલ પ્રોટીન માંસપેશિયોના વિકાસ માટે સહાયક હોય છે.