બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 14 નવેમ્બર 2021 (10:28 IST)

Diabetes Diet - શુગરને કંટ્રોલમાં રાખશે આ 4 અનાજ

Diabetic Diet - આજ કાલ ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. શુગર લેવલ વધવુ કે ઘટવુ બંને આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. જો કે આજકાલ લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધુ જોવા મળી રહી છે. શુવર વધવાથી શરીરના ઓર્ગંસ ડેમેજ થવા ઉપરાંત એ જીવલેણ પર સાબિત થઈ શકે છે. આવામાં શુગર લેવલ કંટ્રોલમં રાખવુ ખૂબ જરૂરી છે. પણ આ માટે તમારે ઢગલો દવાઓ ખાવાને બદલે કે નવા નવા નુસ્ખા અપનાવવાને બદલે કેટલાક અનાજને તમારા ડાયેટમાં સામેલ કરવા જોઈએ.
સૌ પહેલા જાણીશુ કેટલુ હોવુ જોઈએ શુગર લેવલ
 
બ્લડ શુગરનુ ચેકઅપ હંમેશા ખાલી પેટ જ કરાવવુ જોઈએ.
આ માટે તમારે 8 થી 10 કલાક ભૂખ્યા રહેવુ જોઈએ.
 
બીજી બાજુ ખાલી પેટ બ્લડ શુગર લેવલની સામાન્ય માત્રા 70થી 110 mg/dl હોય છે. અને જમ્યા પછી શુગર લેવલની સામાન્ય માત્રા 140થી 160 MG/dl હોવી 
 
જોઈએ.
જો શુગર લેવલ કંટ્રોલમાં ન હોય તો શુ આવે પરિણામ
 
શુગર લેવલ બગડતા આંખોની રેટિના પર અસર પડે છે.
જેનાથી તમને ધુંધળુ દેખાવવા માંડે છે.
આ ઉપરાંત તેનાથી કિડની, શરેરની કોશિકાઓ દિલ પર પણ ખરાબ અસર પડે છે. સાથે જ શુગર લેવલ વધવાથી ઈંફેક્શનનો ખતરો વધી જાય છે. આજે અમે તમને 4 એવા અનાજ વિશે બતાવીશુ જેને ડાયેટમાં લેવાથી તમારુ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે અને તમે બિલકુલ ફિટ એંડ ફાઈન પણ રહેશો. તો આવો જાણીએ આ અનાજ વિશે
1. બાજરા મેથી મિસ્સી રોટી - નાસ્તામાં બાજરાની રોટલી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલ રહેવા ઉપરાંત આ અન્ય બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. આ એ લોકો માટે ખૂબ જ લાભકારી છે જેમનુ બ્લડ શુગર લેવલ હંમેશા વધેલુ રહે છે અને જેમને કૉમ્પલેક્સ કાર્બસની જરૂર હોય છે.
2 .કંગની દલિયા - ડાયાબિટીસથી પીડિત લોકો માટે આ સૌથી સારુ ઓપ્શન છે. કારણ કે આ લો શુગર ફુડ છે. તમ ચાહો તો તેમા ફળ મિક્સ કરીને તેને ગળ્યુ બનાવી શકો છો. સાથે જ તેમા મિક્સ લોટ્સ સીડ અને કાજુમાં પ્રોટીન અને કૉમ્પલેક્સ કાર્બ્સ હોય છે. જે શુગલ લેવલને કંટ્રોલ કરે છે.
.રાગી ઘઉં ડોસા - ભારતીય ઘરમાં બનાવવામાં આવતો સૌથી સારો નાસો છે. રાગે અને ઘઉના ડોસામાં લૉ કેલોરી, ફાઈબર અને પ્રોટીન હોય છે. જેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે માટે આ સારુ ઓપ્શન છે.
4. જુવાર ખિચડી - જુવાર એક અન્ય પ્રકારનુ મિલેટ છે. જે ડાયાબિટીસથી ગ્રસ્ત લોકો માટે ખાવામાં આવતા ખોરાકમાં સારુ માનવામાં આવે છે. તેમા ઓછી કેલોરીવાળુ શાક જેવી કે તોરી, બેલ પેપર, બેબી કોર્ન વગેરે મળીને બનાવાય છે. જે લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે લાભકારી છે.