1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
  4. Dowry Harassment

રીવા - પોર્ન સ્ટાર બનવાની ઘેલછામાં પતિની કરતૂત, પત્નીનો અશ્લીલ વીડિયો સંબંધીઓને WhatsApp કર્યો, હવે જેલના સળિયા પાછળ

video
મઘ્યપ્રદેશના રીવા જીલ્લામાંથી એક એવો મામલો સામે આવ્યો છે જેને સંબંધોને શર્મશાર કરી દીધા છે. અહી એક પાગલ પતિએ પોતાની જ પત્ની સાથે વિશ્વાસઘાત કરતા તેના પ્રાઈવેટ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર નાખવા ઉપરાંત તેને પોતાના સંબંધીઓને પણ વ્હાટ્સએપ કરી દીધો. આરોપીની આ કરતૂત પાછળનુ કારણ જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ.  

લગ્નના થોડા દિવસ પછી જ શરૂ થઈ પ્રતાડિત કરવાની રમત 

મળતી માહિતી મુજબ પીડિતા અને આરોપી શિવમ સાહૂ (નિવાસી ઝૂલા/જિઉલા)ના લગ્ન 10 મે 2025 ના રોજ થયા હતા. લગ્નના થોડા સમય પછી જ શિવમે દહેજ માટે પોતાની પત્નીને પ્રતાડિત કરવી શરૂ કરી દીધી.  જ્યારે પિયરના લોકોએ વધુ પૈસા આપવામાં અસમર્થતા બતાવી તો આરોપીએ  બધી મર્યાદાની હદ પાર કરી દીધી.   

ફેમસ થવા માટે 13 મિનિટનો વીડિયો 

પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી શિવમ અશ્લીલ વેબસાઈટ્સ જોવાનો ટેવાયેલો હતો. તેણે પોતાની પત્નીને કહ્યુ કે તે ફેમસ થવા માંગે છે. તેની ધેલછામાં તેણે પતિ-પત્નીના પ્રાઈવેટ ક્ષણોનો 13 મિનિટથી વધુ નો વીડિયો રેકોર્ડ કર્યો.  

વીડિયોને સંબંધીઓને વ્હાટ્સએપ ગ્રુપ પર મોકલી દીધો  

નવાઈની વાત એ છે કે તેણે આ વીડિયો પોર્ન સાઈટ્સ પર પણ અપલોડ કરી દીધો. 
 
પીડિતાનુ નિવેદન.. જ્યારે મે વિરોધ કર્યો તો તેણે મને બદનામ કરવાની ધમકી આપી. તે કહેતો હતો કે તેને પોર્ન સ્ટાર બનવુ છે અને તેના દ્વારા તે પૈસ અને પ્રસિદ્ધિ કમાવવા માંગે છે.  

હથિયાર લઈને સાસરિયે પહોચ્યો હતો આરોપી  

 
દહેજની ભૂખ એવી હતી કે આરોપી એક વાર કટ્ટો (હથિયાર) લઈને પોતાને સાસરે પહોચી ગયો હતો. પીડિતાની ફરિયાદ પછી ત્યાની પોલીસે તત્પરતા બતાવી અને કેસ નોંધ્યો. આરોપી ધરપકડથી બચવા માટે ફરાર ચાલી રહ્યો હતો, પણ પોલીસે સૂચના મળતા તેને દબોચી લીધો.   

મોબાઈલની તપાસ ચાલુ, આરોપીને જેલ મોકલવામાં આવ્યો  

મંગળવારે આરોપીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ તેને ન્યાયાલયમાં રજુ કરવામાં આવ્યો. જ્યાથી તેને જેલ મોકલી દેવામાં આવ્યો. જો કે જે મોબાઈલથી આ ગંદી હરકત કરવામાં આવી છે એ મોબાઈલ હજુ મળ્યો નથી. આરોપીનો દાવો છે કે મોબાઈલ ચોરી થઈ ગયો છે જેની પોલીસ તપાસ કરી રહી છે. 
 
ये भी पढ़ें
Gujarat Budget 2026–27 Highlights - 4,08,053 કરોડનું રૂપિયાનુ અત્યાર સુધીનું સૌથી મોટું ઐતિહાસિક બજેટ