ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2023 (15:42 IST)

કોલેસ્ટ્રોલને ચૂસી લેશે આ ચોખા

Brown Rice And Diabetes: જ્યારે કોલેસ્ટ્રોલ લેવલ વધી જવાથી દિલથી સંકળાયેલા રોગો થવાની શકયતા વધી જાય છે ત્યારે કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવા માટે બ્રાઉન રાઈસ ખાવાથી ધમનિઓ બ્લૉક નથી હોય છે અને દિલથી સંકળાયેલા રોગ થવાના ખતરો ઓછુ થઈ શકે છે. 
 
જે લોકો હેલ્દી ડાઈટ અને વજન ઓછું કરવામાં રૂચિ રાખે છે. અને ચોખાથી પરેજ કરે છે, તેના માટે બ્રાઉન રાઈસ એક સારું વિક્લપ છે. કેલોરી ઓછી થવાની સાથે સાથે તેના બીજા પણ ફાયદા છે. જાણો તેના 5 ફાયદા 
 
1. કોલેસ્ટ્રોલ - બ્રાઉન રાઈસ ખાવાથી સૌથી મોટું ફાયદો આ છે કે, આ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. કોલેસ્ટ્રોલ લેવલ વધવાને કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. બ્રાઉન રાઈસ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. અઈચ્છનીય ફેટને શરીરના આંતરિક ભાગોમાં જમવાથી રોકે છે. 
 
2. ડાયબિટીજ- સામાન્ય ચોખામાં શર્કરાની માત્રા વધારે હોય છે. જેના કારણે ડાયબિટીજના દર્દી તેનાથી દૂરી બનાવી રાખે છે. પણ બ્રાઉન રાઈસના સેવનથી લોહીમાં શર્કરાનો સ્તર નહી વધે. તેથી આ તમારા માટે સારું વિકલ્પ છે. 
 
3. હૃદય રોગ- હાર્ટઅટેક કે હૃદયના બીજા રોગ વધારેપણું હૃદયની ધમનીઓમાં કોલેસ્ટ્રોલના જમાવના કારણે હોય છે. તેથી બ્રાઉન રાઈસનો સેવન તેનાથી બચીને તમારા હૃદયની રક્ષા કરે છે. 
 
4. હાડકાઓ- મેગ્નીશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોવાના કારણે બ્રાઉન રાઈસ, હાડકાઓને મજબૂત કરવા માટે ખૂબ ફાયદાકારી છે. સફેદ ચોકાની કરતાં આ આરોગ્યના ઘણા ફાયદા આપે છે. 
 
5. વજન ઓછું- બજન ઓછું કરવા ઈચ્છો છો અને ચોખાથી દૂર નહી રહી શકતા તો સફેદ ચોખાની જગ્યા બ્રાઉન રાઈસને ભોજનમાં શામેલ કરવું. થોડા સમયમાં તમે વજનમાં કમી અનુભવશો.