ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 4 નવેમ્બર 2023 (10:31 IST)

શું ભાત ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે? જાણો કોલેસ્ટ્રોલ હાઈ હોય તો કયુ અનાજ એક સારો વિકલ્પ છે

rice food
આજકાલ દિલ સાથે સંબંધિત બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. દર થોડા દિવસે હાર્ટ એટેકના કેસ નોંધાઈ રહ્યા છે. વાસ્તવમાં, આનું એક મોટું કારણ છે શરીરમાં ફેટ્સના કણોનું પ્રમાણ વધવું અને તેનું બ્લડ વેસેલ્સ સાથે ચોંટી જવું. આના કારણે, ચરબી અને ટ્રાઇગ્લિસરાઇડ્સના કણો ધમનીઓ પર ચોંટવા લાગે છે અને પછી તે બ્લોકેજનું કારણ બને છે. આ ઉપરાંત, તેઓ બ્લડ સર્કુલેશનને અસર કરે છે અને પછી દિલ પર દબાણ બનાવે છે. આવી સ્થિતિમાં હાઈ બીપીનો ખતરો વધી જાય છે અને તેના કારણે લાંબા ગાળે દિલની બીમારીઓ થાય છે. પરંતુ, ખોરાકમાં થોડો ફેરફાર કરવાથી આ સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં ખોરાક સાથે જોડાયેલ એક પ્રશ્ન એ છે કે શું ભાત ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે?
 
શું ભાત ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે - Is rice increase cholesterol? 
 
ભાતમાં કોલેસ્ટ્રોલ હોતું નથી, પરંતુ તે શરીરને એવી રીતે પ્રભાવિત કરી શકે છે કે વ્યક્તિના કોલેસ્ટ્રોલનું સ્તર અથવા ટ્રિગ્લિસરાઈડ્સ વધારી શકે છે. દાખલા તરીકે જ્યારે તમે ભાત ખાઓ છો, ત્યારે તેમાંથી શુગર નીકળે છે જે મેટાબોલીજમ ને ધીમું કરે છે. આના કારણે તમે જે પણ ખાઓ છો તે યોગ્ય રીતે પચતું નથી અને પછી આ બેડ ફેટ લિપિડસ ધમનીઓમાં ભેગું થવા માંડે છે જેનાથી કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત વધુ પડતા ભાત ખાવાથી જાડાપણું વધે છે અને તેનાથી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી શકે છે. 
 
કયું અનાજ આ પરિસ્થિતિમાં એક સારો વિકલ્પ છે?   better options for high cholesterol, 
જો તમે હાઈ કોલેસ્ટ્રોલના દર્દી છો તો તમારે ચોખાનું સેવન ટાળવું જોઈએ. બ્રાઉન રાઇસ ખાવાનો પ્રયાસ કરો અથવા તમે મિલેટ્સનું સેવન કરી શકો છો. જેવા કે ઓટ્સ, બાજરી અને જુવાર ઉચ્ચ ફાઇબરવાળા મિલેટ્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.
 
હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓએ કેટલા અને કેવી રીતે ભાત ખાવા જોઈએ?
હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓએ ભાત ખાવા જોઈએ પરંતુ દિવસમાં માત્ર 1 નાની વાટકી અથવા 3/4 કપ. એટલે કે થોડાક જ ભાત  ખાઓ. આ ઉપરાંત ભાતને રાંધતા પહેલા પલાળી દો જેથી તેનો સ્ટાર્ચ નીકળી જાય.