શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

હેલ્થ ટિપ્સ - નિયમિત પપૈયુ ખાવાથી વિટામિન્સની ઉણપ રહેતી નથી

પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પપૈયામાંથી અનેક વિટામિન મળે છે. તેને નિયમિતરૂપે ખાવાથી શરીરમાં ક્યારેય વિટામિન્સની ઉણપ નહીં રહે. બીમાર વ્યક્તિને આપવામાં આવતા ફળોમાં પપૈયું પણ સામેલ હોય છે કારણ કે તેના એક નહીં અનેક ફાયદા છે.

સરળતાથી એકરસ થઇ જવાના તેના ગુણને કારણે તે શરીરને બહુ જલ્દી ફાયદો પહોંચાડે છે. પપૈયું એક એવું ફળ છે જે કાચું અને પાકું એમ બંને રીતે ખાઇ શકાય છે. કાચું પપૈયું લીલા રંગનું દેખાય છે અને મોટેભાગે તેનું શાક બનાવવામાં આવે છે. ફળના રૂપમાં પાકેલું પપૈયું ખાવામાં આવે છે.

તેમાં શું-શું મળે છે?
ભરપુર માત્રામાં વિટામિન એ, બી અને સીની સાથે તેમાંથી થોડી માત્રામાં વિટામિન ડી પણ મળે છે. પપૈયું પેપ્સિન નામના પાચકતત્વનો એક પ્રાકૃતિક સ્રોત છે. તેમાં કેલ્શિય અને કેરોટીનની પણ સારી માત્રા રહેલી હોય છે. આ સિવાય ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન, એન્ટીઓક્સિડેન્ટ્સ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન પણ તેમાં હોય છે. પપૈયું આખા વર્ષ દરમિયાન બજારમાં ઉપલબ્ધ હોય છે.

પપૈયાના ગુણ...

- પપૈયું પેટ માટે બહુ ફાયદાકારક હોય છે. તેનાથી પાચન તંત્ર સારું રહે છે અને પેટના રોગો પણ દૂર થાય છે. પપૈયું પેટના ત્રણ મુખ્ય રોગો વાયુ, પિત અને અપચોમાં રાહત પહોંચાડે છે. તે આંતરડા માટે ઉત્તમ હોય છે.

- પપૈયામાં મોટી માત્રામાં વિટામિન એ હોય છે. માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે. તેનાથી આંખોની રોશની તો સારી થાય છે સાથે ત્વચા પણ સ્વસ્થ, સ્વચ્છ અને ચમકદાર બને છે.

- પપૈયામાં કેલ્શિય પણ ઘણુંહોય છે. માટે તે હાડકાંને મજબૂત બનાવે છે.

- તે પ્રોટીનને પચાવવામાં મદદરૂપ બને છે.

- પપૈયું ફાઇબરનો એક સારો સ્રોત છે.

- તેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી, કેન્સર વિરોધી અને હીલિંગ પ્રોપર્ટી હોય છે.

- જે લોકોને વારંવાર શરદી-ખાંસી થાય છે તેમના માટે પપૈયાનું નિયમિત સેવ ઘણું લાભદાયક હોય છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે.

- તેમાં વધતા બાળકોના યોગ્ય વિકાસ માટે જરૂરી પોષક તત્વો હોય છે. શરીરને પોષણ આપવાની સાથે તે રોગોને દૂર પણ ભગાડે છે.