WHATSAPP LATEST VERSION : IOS યૂઝર્સ નહી સેવ કરી શકે પ્રોફાઈલ પિક્ચર
WhatsAppએ પોતાના IOS યૂઝર્સ માટે 2.19.60.26 બીટા વર્ઝન લોંચ કર્યુ છે. જે ટેસ્ટફ્લાઈટ બીટા પ્રોગ્રામ દ્વારા આવ્યુ છે અને આ અપડેટમાં યૂઝર્સ પોતાના વ્હાટ્સએપ કૉન્ટેક્ટ્સની પ્રોફાઈલ પિક્ચરને સેવ નહી કરી શકે.
આ પહેલા વ્હાટ્સએપ એંડ્રોઈડ ડિવાઈસેજ માટ પણ બીટા વર્ઝનમાં આ ફીચર રજુ કરી ચુક્યા છે. બીટા અપડેટમાં એલ્બમ ઈમ્પ્રુવમેંટ અને ઓડિયો એક્સપોર્ટ ફોર્મેટમાં ટૃવિક્સને સામેલ કરવામાં આવ્યુ છે. વ્હાટ્સએપ બિઝનેસ બીટા માટે iOS 2.19.60.4 વર્ઝન અને 2.19.60.5 ટેસ્ટફ્લાઈટથી આ ફીચરને હટાવી ચુકી છે.
આ ઉપરાંત નવા બીટા અપડેટમાં એલ્બમ ઈમ્પુવમેંટને પણ સામેલ કરવામાં આવ્યુ છે. WABetaInfoની રિપોર્ટ મુજબ જ્યારે યૂઝર્સને એક જ ચેટમાં મલ્ટીપલ ફોટોઝ મળશે તો વ્હાટ્સએપ આ એલબમની ટોટલ સાઈઝ બતાવશે અને બતાવશે કે આ ફાઈલમાં કુલ કેટલી આઈટમ્સ છે.
બીટા અપડેટમા વ્હાટ્સએપના ઓડિયો એક્સપોર્ટ ફોર્મેંટને રિવાઈઝ કરવામાં આવ્યુ છે. વ્હાટ્સએપમાં ઓરિજિનલ વૉયસ મેસેજ ફોર્મેટ Opus છે . જો કે આ અનેક એપ્સને સપઓર્ટ નથી કરતા તેથી આ સમસ્યાને ઉકેલવા માટે WhatsApp iOS માં Opus ફાઈલ્સને M4A (AAC codec)માં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે