સરકાર આવતીકાલે લાભપાંચમથી મગફળીની ખરીદી શરૂ કરશે
આવતીકાલે લાભપાંચમથી રાજ્ય સરકારે માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ કરવા જઈ રહી છે.. રાજ્યના 155 એપીએમસી કેન્દ્રો પર લાભ પાંચમથી મગફળી ખરીદી શરૂ થશે.. જેની માટે 450 કરતાં વધુ કર્મચારીઓનો સ્ટાફ કામે લગાવાશે.. ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના 150 અધિકારી સુપરવિઝન કરશે.
મગફળી ખરીદી માટે સરકાર વિડિયોગ્રાફીની મદદ લેશે, સીસી ટીવી કેમેરાના નિરીક્ષણ હેઠળ મગફળી ખરીદી કરાશે
155 એપીએમસી કેન્દ્રો પર લાભ પાંચમથી મગફળી ખરીદી શરૂ થશે 450 કરતાં વધુ કર્મચારીઓનો સ્ટાફ કામે લગાવાશે કૃષિ યુનિવર્સિટીના 150 અધિકારી સુપરવિઝન કરશે. એપ્રેન્ટિસ એક્ટ અંતર્ગત વધારાના 120 અધિકારીઓને કામગિરી સોંપાઈ.