શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 ઑગસ્ટ 2024 (10:22 IST)

અમેરિકામાં મંદીથી ભારતીય શેયરબજાર ધડામ, સેંસેક્સ 2393.76 અને નિફ્ટી 414.85ના ઘટાડા સાથે ખુલ્યો

Indian stock markets rumbled by US slowdown
ગ્લોબલ માર્કેટમાં ચાલી રહેલા ઘટાડાથી ભારતીય શેરબજાર પણ પકડમાં આવી ગયું છે. સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેરબજારો ભયંકર ઘટાડા સાથે ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 2393.76 પોઈન્ટના ઘટાડા સાથે 78,588.19 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે બીજી તરફ NSE નિફ્ટી 50 પણ 414.85 પોઈન્ટના ઘટાડા સાથે 24,302.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે શુક્રવારે પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 885.60 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 293.20 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
 
સોમવારે ભારતીય શેરબજારો ખુલ્યા ત્યારે સેન્સેક્સની 30માંથી 28 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા, જ્યારે માત્ર સન ફાર્મા અને હિન્દુસ્તાન યુનિલિવર લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
 
ગયા અઠવાડિયે શરૂ થયેલો સેલિંગ ટ્રેન્ડ ચાલુ છે
ગ્લોબલ બજારમાં ભારે વેચવાલીની અસર સોમવારે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી અને સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો પ્રી-ઓપનિંગમાં 5% ઘટ્યા હતા. BSE સેન્સેક્સમાં 4000 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો જ્યારે બીજી તરફ નિફ્ટી પણ 650 પોઈન્ટ્સ તૂટ્યો હતો.
 
 દુનિયાભરના બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો
તમને જણાવી દઈએ કે ભારે વેચવાલીથી વિશ્વભરના બજારો હાલમાં ભયંકર ઘટાડાનો સામનો કરી રહ્યા છે. ડાઉ જોન્સ 1.51%, S&P 500 1.84%, Nasdaq 2.38%, FTSE 1.31%, DAX 2.33%, CAC 1.61% અને Nikkei 225 માં 7 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો હતો.