રિલાયંસ AGMમાં બોલ્યા મુકેશ અંબાની - સપ્ટેમ્બરથી Jio ફાઈબર સર્વિસ સમગ્ર ભારતમાં લોંચ કરાશે
રિલાયંસ ઈંડસ્ટ્રીઝએ શુક્રવારે પોતાની 42મી વાર્ષિક સામાન્ય સભા આયોજીત કરી. મુંબઈના બિડલા માતુશ્રી સભાગૃહમાં આયોજીત કાર્યક્રમમાં કંપનીના ચેયરમેન મુકેશ અંબાનીએ કહ્યુ કે અર્થવ્યવસ્થાના કેટલાક ક્ષેત્રમાં મંદી અસ્થાયી છે અને ભારત વર્ષ 2030 સુધી 10000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ વધી રહ્યુ છે. આ ઉપરાત વાર્ષિક સભામાં મુકેશ અંબાણીએ કહ્યુ, 'રિલાયંસને પોતાના ઈંધણ છુટક વેપારમા% 49 ટકા ભાગીદારી બ્રિટનના બીપીને વેચવાથી 7000 કરોડ રૂપિયા મળશે. તેમણે એ પણ જણાવ્યુ, "સઉદી અરામકો, રિલાયંસના તેલમાંથી રસાયણ વેપારમાં 30 ટકા ભાગીદારી ખરીદશે. સઉદી અરામકો આ ભાગીદારીને ખરીદ્યા પછી રિલાયંસની રિફાઈનરિયોને રોજ 5.00,000 બૈરલ કાચા તેલની આપૂર્તિ કરશે.
રિલાયંસ સમુહના અધ્યક્ષ મુકેશ અંબાણીએ દેશભરના લોકો માટે ઈંટરનેટ ઑફ થિંગ્સ, ઘર અને વેપાર માટે બ્રોડબેંડ અને નાના ઉદ્યમો માટે બ્રોડબૈંડ સેવાની જાહેરાત કરી. તેમણે કહ્યુ, "રિલાયંસ જિયોમાં રોકાણનુ ચક્ર પુર્ણ થઈ ચુક્યુ છે. રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન મુકેશ અંબાણીની 42મી વાર્ષિક સામાન્ય સભામાં જાહેરાત કરી, "5 સપ્ટેમ્બરથે જિયો ફાઈબર સર્વિસને સમગ્ર ભારતમાં કમર્શિયલી લોંચ કરવામાં આવશે. જિયો ફાઈબરના ટૈરિફ પ્લાન 700 રૂપિયા પ્રતિમાહથી શરૂ થશે.
તેમણે જણાવ્યુ, "જિયો ફાઈબર પર 100 mbps (મેગા બિટ પ્રતિ સેકંડ)થી 1000 mbps સુધી ઈંટરનેટ ગતિ મળી રહેશે. તેનુ મૂલ્ય 700 રૂપિયાથી 10000 રૂપિયા માસિક રહેશે. મુકેશ અંબાણીએ જણાવ્યુ, જિયો ફાઈબર ફિક્સ્ડ લાઈનથી દેશભરમાં ક્યાય પણ ફોન કૉલ કરવુ આજીવન મફત રહેશે."