સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (14:37 IST)

Pulwama શહીદ થયેલા 40 જવાનોની મદદ માટે રિલાયંસ ફાઉંડેશન આવ્યુ આગળ, આ રીતે કરશે મદદ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલ હુમલામાં 40 જવાન શહીદ થયા. ત્યારબાદથી જ આખો દેશ ગુસ્સામાં છે. લોકો હવે દુશ્મનનો ખાત્મો કરવા માંગે છે સાથે જ બધા પોતપોતાના સ્તર પર મદદ કરવા પણ ઈચ્છે છે.  આ દરમિયાન રિલાયંસ ફાઉંડેશને માહિતી આપી છે કે તેઓ શહીદ થયેલા 40 જવાનોના પરિજનો સાથે છે અને તેમની દરેક શક્ય મદદ કરશે.  ફાઉંડેશને એ ત્રણ વસ્તુઓ બતાવી છે જેમા શહીદોના પરિવારને મદદ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નીતા અંબાની રિલાયંસ ફાઉડેશનની ચેયરપર્સન છે. 
 
શિક્ષા નોકરી અને સારવારમાં કરશે મદદ 
- રિલાયંસ ફાઉંડેશન શહીદ થયેલા સૈનિકોના પરિવારના અભ્યાસ નોકરી અને સારવારમાં મદદ કરશે. કોની શુ મદદ કરવામાં આવશે આ કેસ પર ડિપેડ કરશે. 
- આ મદદ રાજ્ય સરકાર સાથે મળીને કરવામાં આવશે. જો કોઈ શહીદના પરિવારને સારવારની જરૂર છે તો ફાઉંડેશન પોતાની બેસ્ટ હોસ્પિટલ્સમાં તેમની સારવારની સુવિદ્યા પુરી પાડશે. 
- આ જ રીતે કોઈ શહીદના બાળકો શિક્ષણ જોઈતુ હોય તો તેના અભ્યાસની વ્યવસ્થા ફાઉંડેશન કરશે. તેમા સ્કૉલરશિપ આપવા જેવા કામ પણ થઈ શકે છે. 
- જો કોઈ શહીદના પરિવારના કોઈ મેમ્બરને નોકરી જોઈએ તો તેને નોકરીમાં પણ મદદ આપવામાં આવશે 
- આ સંપૂર્ણ ગતિવિધિ રાજ્ય સરકાર સાથે મળીને કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહીદ થયેલા જવાનોમાંથી સૌથી વધુ જવાન ઉત્તરપ્રદેશના છે. 
- હવે રાજ્ય સરકાર દ્વારા તેમના પરિજન રિલાયંસ ફાઉંડેશન તરફથી મદદ મેળવી શકે છે.