Petrol Price Today - ફરી વઘ્યા પેટ્રોલના ભાવ, સસ્તુ થયુ ડીઝલ
પેટ્રોલના ભાવમાં સોમવારે વધારો નોંધવામાં આવ્યો છે. 6 પૈસાના વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ 72.46 રૂપિયા, 74.54 રૂપિયા, મુંબઈમાં 78.09 રૂપિયા અને ચેન્નઈમાં 75.25 રૂપિયા પ્રતિલીટર વેચાય રહ્યુ છે. બીજી બાજુ ડીઝલની કિમંતમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં ડીઝલ 10 પૈસાના ઘટાડા સાથે 67.44 રૂપિયા પ્રતિલીટર, કલકત્તામાં પણ 10 પૈસાના ઘટાડા સાથે 69.23 રૂપિયા પ્રતિલીટૅર છે. આ ઉપરાંત મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલ 11 પૈસાના ઘટાડા સાથે ક્રમશ 70.65 રૂપિયા અને 71.27 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે.
અન્ય મુખ્હ શહેરોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પેટ્રોલ 71.76 રૂપિયા અને ડીઝલ 66.25 રૂપિયા પ્રતિલીટૅર મળી રહ્યુ છે. નોએડામાં પેટ્રોલ 71.92 રૂપિયા પ્રતિલીટર અને ડીઝલ 66.41 રૂપિયા પ્રતિલીટર મળી રહ્યુ છે. એનસીઆરના જ ગાજિયાબાદમાં પેટ્રોલની કિમંત 71.79 રૂપિયા પ્રતિલીટર, ડીઝલના ભાવ 66.27 પ્રતિલીટર સુધી પહોંચી ગયુ છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી નિકટ છે અને પેટ્રોલિયમ પદાર્થોની કિમંતમાં ઝડપથી સરકારની ચિંતા વધારી દીધી છે. રવિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝડપથી ઘટાદો જોતા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દુનિયાના સૌથી મોટા તેલ નિકાસ દેશ સઉદી અરબ પાસે કાચા તેલના ભાવ યોગ્ય સ્તર પર કાયમ રાખવા માટે સક્રિય ભૂમિકા ભજવવાની અપીલ કરી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા એક મહિનામાં 2 રૂપિયા પ્રતિ લીટરથી વધુ વધી ચુક્યા છે.