ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (10:16 IST)

શ્રમ વિભાગ દ્વારા SIMPLE અને SACHET એપ્સ લોન્ચ કરાઈ

રાજ્ય સરકારના શ્રમ વિભાગે ગુરૂવારે બે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. જેનો ઉદ્દેશ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લેબર ઈન્સપેકશનમાં પારદર્શકતા લાવવાનો અને ઔદ્યોગિક એકમોમાં કામ કરવાના વાતાવરણનું નિયમન કરવાનો છે. ગુરૂવારે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરાયેલી SACHET (સેફટી એન્ડ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ એન્વાયર્નમેન્ટ ટેસ્ટ) એપથી ઔદ્યોગિક એકમોમાં કામ કરવાના વાતાવરણનુ મોનીટરીંગ કરી શકાશે.
 
શ્રમ વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવે છે કે“ વ્યવસાયલક્ષી રોગો અટકાવવા માટે કામ કરવાની સ્થતિનુ મોનિટરીંગ કરવુ મહત્વનુ છે. સચેત એપ એ આ દિશાનુ મહત્વનુ કદમ છે. અમે તાલિમ પામેલા ટેકનિકલ કર્મચારી ધરાવતી 20 મોબાઈલ ટીમ (હરતી ફરતી) ની રચના કરીશું, જેમની પાસે જોખમી ઔદ્યોગિક એકમોમાં કામ કરવાની સ્થિતિનુ મોનિટરીંગ કરવા માટે અતિ આધુનિક સાધનો હશે. 7 અન્ય મોબાઈલ ટીમ્સ બાંધકામના સ્થળે કામ કરવાની સ્થિતિનુ મોનિટરીંગ કરશે. ”
 
જોખમી ઔદ્યોગિક એકમો અથવા બાંધકામના સ્થળ ખાતેથી મેળવેલા ડેટાને જીપીઆરએસ-જીયો ટેગીંગને સચેત મોબાઈલ એપ્લીકેશનમાં લોડ કરવામાં આવશે. આ રિપોર્ટ એપ પર કોઈપણ સમયે પ્રાપ્ત કરી શકાશે. “અમને  વિશ્વાસ છે કે આ એપથી કામકાજના સ્થળ અંગેના દ્રષ્ટીકોણ સુધારવામાં ભારે પરિવર્તન આવશે.”
 
બીજી એપ SIMPLE (શ્રમ ઈન્સપેકશન મોબાઈલ પોર્ટલ ફોર લેબર એન્ડ એમ્પલોયર)નો પ્રારંભ પણ મુખ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવ્યો હતો. તેનાથી લેબર ઈન્સપેકશનની પ્રક્રિયામાં પારદર્શકતા આવશે. હાલમાં ઔદ્યોગિક એકમોના ઈન્સપેકશનને લગતી રિમાર્કસને માત્ર ઓફિસમાંથી અપલોડ કરવામાં આવે છે. જ્યારે સિમ્પલ એપ વડે તેને સ્થળ પરથી જ અપલોડ કરી શકાશે.
 
વિપુલ મિત્રા વધુ વિગત આપતાં જણાવે છે કે  “સિમ્પલ મોબાઈલ એપના ઉપયોગથી ઈન્સપેક્શન્સમાં ખૂબ જ પારદર્શકતા આવશે અને પ્રક્રિયા પણ ઝડપી બનશે. આ ઉપરાંત સંબંધીત ઔદ્યોગિક એકમના ઈન્સપેકશનનો અહેવાલ ઓનલાઈન ઉપલબ્ધ બનશે. ”
 
શ્રમ વિભાગ લઘુત્તમ વેતન ધારો 1948, કોન્ટ્રાક્ટ લેબર એકટ 1970, પેમેન્ટ ઓફ બોનસ એકટ 1965, પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એકટ 1972 તથા બોયલર્સ એકટ 1923 તથા અન્ય કાયદા હેઠળ ઈન્સપેકશનની કામગીરી કરે છે.