સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 16 સપ્ટેમ્બર 2019 (13:31 IST)

Air India ને થયુ મોટુ નુકશાન, એક વર્ષમાં ડૂબ્યા કપનીના 8400 કરોડ રૂપિયા

કર્જના બોઝ નીચે દબાયેલ સરકારી એયરલાઈન કંપની એયર ઈંડિયાને નાણાકીય વર્ષ 2018-19માં 8400 કરોડ રૂપિયાની જબરજસ્ત ખોટ થઈ. એયર ઈંડિયા પહેલાથી જ લાંબા સમયથી પૈસાની કમીનો સામનો કરી રહી છે. વધુ ઓપરેટિંગ કૉસ્ટ અને ફોરેન એક્સચેંજ લોસને કારણે કંપનીને મોટુ ખોટ ઉઠાવવી પડી છે. એયર ઈંડિયાને એ ક વર્ષમાં જેટલી ખોટ થઈ છે એટલામાં તો એક નવી એયરલાઈંસ શરૂ કરી શકાય છે. 
ઉલ્લેખનીય છેકે દેશમાં સફળતાથી ચાલી રહેલ એયરલાઈંસ સ્પાઈસ જેટનુ માર્કેટ કેપિટલ માત્ર 7892 કરોડ રૂપિયા જ છે એટલે કે 8000 કરોડ રૂપિયાથી ઓછી મૂડીમાં જ આ એયરલાઈંસને ખરીદી શકાય છે.  નાણાકીય વષ 2018-19માં એયર ઈંડિયાની કુલ આવક 26400 કરોડ રૂપિયા રહી. આ દરમિયાન કંપનીને 4600 કરોડ રૂપિયાનુ ઓપરેટિગ લૉસ ઉઠાવવુ પડ્યુ છે. વધતા તેલના ભાવ અને પાકિસ્તાનના ભારતીય વિમાનો માટે એયુઅરસ્પેસ બંધ કર્યા પછી કંપનીને રોજ 3 થી 4 કરોડ્ રૂપિયાની ખોટ ઉઠાવવી પડી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે જૂનની ત્રિમાસિકમાં ફક્ત પકિસ્તાની એયસ્પેસ બંધ થવાને કારણે એયર ઈંડિયાને 175થી 200 કરોડ રૂપિયાનો ઓપરેટિંગ લૉસ થયો છે. 
 
પાકિસ્તાની એયરસ્પેસ બંધ થવાની 491 કરોડનુ નુકશાન 
 
સરકારી આંકડા મુજબ 2 જુલાઈ સુધી એયર ઈંડિયાને પાકિસ્તાની એયરસ્પેસ બંધ થવાથી 491 કરોડ રૂપિયાનુ નુકશાન થઈ ચુક્યુ છે.  ઉલ્લેખનીય છેકે પાકિસ્તાને પહેલા ફેબ્રુઆરીમાં બાલાકોટ સ્ટ્રાઈક પછી પોતાના એયરસ્પેસ બંધ કરી દીધા હ અતા. જેને જુલાઈમાં ખોલવમાં આવ્યા હતા. ત્યારબાદ કાશ્મીરમાંથી ધારા 370 ને ખતમ કર્યા પ્છી જે વાતાવરણ બન્યુ તેમા પાકિસ્તાને ફરીથી ઓગસ્ટના અંતમં એયરસ્પેસ બંધ કરી દીધા.  આ દરમિયાન ખાનગી એયરલાઈંસ સ્પાઈસજેટ, ઈંડિગો અને ગોએયરને ક્રમશ 30.73 કરોડ રૂપિયા, 25.1 કરોડ રૂપિયા અને 2.1 કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે.