ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર: , શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (09:34 IST)

કોમ્પિટીશનના યુગમાં માઇન્ડ સેટ કો-ઓપરેશન પર ફોકસ કરો : મુકેશ અંબાણી

પંડિત દીનદયાલ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સીટી'' (પીડીપીયુ)ના સાતમા દીક્ષાંત સમારોહમાં પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતા પીડીપીયુના ચૅર પરસન અને રિલાયન્સ ઈન્ડિસ્ટ્રીના અધ્યક્ષ મુકેશ અંબાણીએ દીક્ષિત વિદ્યાર્થીઓને  ઝડપભેર અગ્રેસર થઇ રહેલા ભારતીય અર્થતંત્ર માટે  નવી ડિજિટલ સોસાયટી રચવાનો અનુરોધ કર્યો હતો. 
 
પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતા પીડીપીયુના ચૅર પરસન અને રિલાયન્સ ઈન્ડિસ્ટ્રીના અધ્યક્ષ ડૉ.મુકેશ અંબાણીએ''પંડિત દીનદયાલ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સીટી''ના સાતમા દીક્ષાન્ત સમારોહના ઉપલક્ષમાં ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવોને આવકારતા જણાવ્યું હતું કે, ''ગુજરાતમાં હું જયારે-જયારે આવું છું ત્યારે મારી ગર્વની લાગણી બેવડાય છે. ગુજરાતની ધરતી જાણે તમામ ક્ષેત્રે સર્વોપરિતાની ભાવના જન્માવે છે.''તેમણે દેશના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર શ્રીઅમિતભાઇ શાહને તેમની કાર્યઉર્જાને વખાણતા ખરાઅર્થમાં ''કર્મયોગી'' અને નિર્ણયતાને ધ્યાને રાખીને આજના યુગના ''લોહપુરુષ'' ગણાવ્યા હતા.  
 
113 વિદ્યાર્થીઓથી શરુ થયેલી આ યુનિવર્સિટી આજે માત્ર 12 વર્ષમાં લગભગ 1042ના સંખ્યાબળ સુધી પહોંચી છે. એટલું જ નહિ, એન્જીનરયિંગ-મેનેજમેન્ટ અને લિબરલ આર્ટ્સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના સ્નાતક, સ્નાતકોત્તર અને ડોક્ટરલ પ્રોગ્રામ માટે ગુણવતાયુક્ત ભાવિ પેઢીને તૈયાર કરી રહી છે તેનો આનંદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમને આગામી વર્ષોમાં વિશ્વની ટોચની 100 યુનિવર્સટીમાં પીડીપીયુને સમાવવાની નેમ વ્યક્ત કરી હતી. વળી, પીડીપીયુની સંશોધન ક્ષમતાને ધાયને લઈને યુજીસીએ તેને ખાસ ''ઓટોનોમી'' આપી હોવા અંગેનો સંતોષ પણ દર્શાવ્યો હતો. 
આ સાથે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ભૌતિક સંસાધનો જ નહિ; બૌદ્ધિક સંપદાના રૂપે અહીંના અધ્યાપકો પણ યુનિવર્સિટીના વિકાસનું પ્રેરકબળ બન્યા હોઈ, સૌ અધ્યાપકોનો પણ તેમને આ તબકે આભાર વ્યક્ત કર્યો હતો. 
 
મુકેશ અંબાણીએ ભારે વિશ્વાસ સાથે ઉમેર્યું હતું કે, ‘જે રીતે આજની યુવાપેઢી એક અભૂતપૂર્વ વિશ્વાસ અને ઉષ્મા સાથે ડિગ્રી લેતી વખતે મારી સાથે હસ્તધૂનન કરતી હતી, તેમનો આ વિશ્વાસ ''ન્યુ  ઇન્ડિયા''નું સ્વપ્નું જલ્દીથી અને જરૂરથી સાકારિત કરવાનું દર્શાવી જાય છે. આપણે આપણી મહત્વાકાંક્ષાઓને સિધ્ધિઓમાં પરિવર્તિત કરવાની છે. વૈશ્વિક દૃષ્ટિએ ટેક્નોલોજી-ડ્રિવન ''સ્ટાર્ટ અપ્સ'' માં આપણે ત્રીજા ક્રમે છીએ. ''વાણિયાનું આ નગર-અમદાવાદ'' પણ તેમાં પાછું પડે તેમ નથી! દેશ અને દેશની બહાર તેમણે ઇન્સ્ટિટ્યૂશનલ અને ડિપાર્ટમેન્ટલ ઈનિટીએટીવ ને અગ્રતા આપવા ઉપર ભાર મુક્યો હતો.
 
પીડીપીયુના ડાયરેકટર જનરલ પ્રો. સી. ગોપલક્રિષ્નને સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, જેને પીડીપીયુ તરીકે ઓળખવામાં આવે છે અને NAAC સાથે ઉચ્ચ એ’’ ગ્રેડ સાથે માન્યતા પ્રાપ્ત છે, ૪ એપ્રિલ, ૨૦૦૭ના રોજ લાગુ કરાયેલા સ્ટેટ એક્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. યુનિવર્સિટી ડોમેન્સમાં પ્રશિક્ષિત માનવ-સંસાધનોની જરૂરિયાતને ધ્યાનમાં લેવા કાર્યક્રમો પ્રદાન કરે છે, વિજ્ઞાન, તકનીકી, સંચાલન, માનવતા અને સામાજિક વિજ્ઞાન પર શિક્ષણ પૂરું પડાય છે. 
 
આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, સાંસદ પરિમલ નથવાણી, પીડીપીયુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજગોપાલન, ડૉ. આર.એ.માશેલકર, ઉદ્યોગપતિ સુધીર મહેતા, પીડીપીયુના ફેકલ્ટીઝ, શિક્ષણવિદો, વિવિધ મેડલ તેમજ પદવી પ્રાપ્ત તેજસ્વી વિદ્યાર્થીઓનાં માતા-પિતા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.