1 એપ્રિલથી મોંઘી થઈ જશે આ 3 કંપનીઓની બધી ગાડીઓ, બચત કરવાની અંતિમ તક
Cars Price Hike: જો તમે ફ્લેગશિપ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. વાસ્તવમાં, પ્રીમિયમ વાહનો બનાવતી કાર કંપનીઓ 1 એપ્રિલ, 2022થી તેમની લાઇન-અપ મોંઘી કરવા જઈ રહી છે. આ કંપનીઓમાં મર્સિડીઝ બેન્ઝ(Mercedes Benz price hike) થી લઈને બીએમડબલ્યુ (BMW price hike) અને ઓડી (Audi price hike) નો સમવેશ છે. જો કે જો તમે આ કાર કંપનીઓની લાઈનઅપમાંથી પોતાની પસંદની ગાડીને 31 માર્ચ 2022 સુધી બુક કરી લો છો તો તમને વધેલી કિમંત નહી આપવી પડે. મતલબ તમે વર્તમાન કિમંત પર જ પોતાની પસંદની કાર લઈ શકશો. આજે અમે તમને બતાવીશુ એ બધી કંપનીઓ વિશે જેઓ ગાડીની કિમંતોમાં વધારો કરવા જઈ રહ્યા છે. તો ચાલો નાખીએ એક નજર...
3 ટકા મોંઘી થશે મર્સિડીઝ બેન્ઝ કાર
ભારતીય બજારમાં સૌથી મોટી લક્ઝરી કાર નિર્માતા કંપની, મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા 1 એપ્રિલ, 2022થી તેની સમગ્ર શ્રેણીની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. કંપની તેના વાહનોની કિંમતમાં 3 ટકા સુધીનો વધારો કરશે. વધેલા ભાવ પાછળનું કારણ કાચા માલના ભાવમાં થયેલા વધારાને આભારી છે.
3.5 ટકા મોંઘી થશે મર્સિડીઝ બેન્ઝ કાર
ફ્લેગશિપ કાર બનાવતી જર્મન કાર કંપની 1 એપ્રિલ, 2022થી તેના ગ્રાહકોને મોટો ફટકો આપતાં તેના વાહનો મોંઘા કરશે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે કિંમતોમાં 3.5 ટકાનો વધારો કરવામાં આવશે.
3 ટકા મોંઘી થશે ઓડીની કાર
જર્મનીની અગ્રણી કાર નિર્માતા ઓડી ઈન્ડિયા 1 એપ્રિલથી પોતાના વાહનોની કિંમતો મોંઘી કરવા જઈ રહી છે. કંપની તેના સમગ્ર લાઇનઅપની કિંમતોમાં 3 ટકાનો વધારો કરશે.
કેમ વધારવામાં આવી રહી છે ગાડીની કિમંત ?
કાર કંપનીઓનું કહેવું છે કે કાચા માલની વધતી કિંમતોને કારણે વાહનો બનાવવાની કિંમત વધી ગઈ છે, જેના કારણે તેમણે આ નિર્ણય લેવો પડ્યો છે.