શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 1 માર્ચ 2024 (11:33 IST)

LPG: 19 કિલોગ્રામવાળા કમર્શિયલ એલપીજી ગેસ સિલેંડરની કિમંત વધી, હવે ગ્રાહકોને આટલા રૂપિયા ચુકવવા પડશે

LPG Cylinder Price Hike: નવા મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. પણ સવાર સવારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ ઝટકો આપ્યો છે. કારણ કે આજથી LPG સિલેંડર અને જેટ ફ્યુલની કિમંતમાં વધારો થયો છે. નવી દર આજથી લાગૂ થશે.  OMCs એ શુક્રવારે તેની માહિતી આપી. 

 
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતો જાહેર કરતી વખતે  કહ્યું કે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રતિ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં સિલિન્ડર દીઠ ભાવ 14 રૂપિયા અને જાન્યુઆરીમાં 1.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા હતા. જોકે, ઘરેલું એલપીજી સિલિન્ડર એટલે કે ઘરેલું રસોઈ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત આજથી જ લાગુ થશે.