ભગોડા નિત્યાનંદે ઈકવાડોર પાસે દ્વીપ પર નવો દેશ "કૈલાસા" વસાવ્યો
દુષ્કર્મના આરોપોમાં ફરાર અને ભારતથી ભાગે ચુકેલ અને વિવાદોમાં ઘેરાયેલા સ્વયંભૂ બાબા નિત્યાનંદ વિશે સમાચાર આવ્યા છે કે તેમણે દક્ષિણ અમેરિકી મહાદ્વીપમાં ત્રિનિદાદ અને ટોબૈગો પાસે ઈકવાડોરની પાસે એક દ્વીપ પર પોતાનો નવો દેશ વસાવી લીધો છે. માહિતી મુજબ તેને આ દેશનુ નામ કૈલાસા રાખ્યુ છે. તે નેપાળના રસ્તે ઈકવાડોર ભાગી ગયો હતો. જો કે આ રિપોર્ટ્સની કોઈ પુષ્ટિ થઈ નથી. કર્ણાટકમાં દુષ્કર્મના એક મામલે નિત્યાનંદ વંછિત છે. તેના પર આરોપ છે કે પોતાનો આશ્રમ ચલાવવા માટે બાળકોના અપહરણ કરી તેમની સાથે શ્રદ્ધાળુઓ પાસેથી ફંડ એકત્ર કરવા માટે મજબૂર કરતા હતા. પોલીસે આ મામલે તેમના બે શિષ્યોની પણ ધરપકડ કરી ચુકી છે.
નિત્યાનંદે આ નવા દેશની વેબસાઈટ પણ બનાવી છે. આ વેબસાઈટ પર દાવો કરવામાં આવ્યો છે - કૈલાસા સીમાઓ વગરનો દેશ છે જેને દુનિયાભરમાંથી બહાર થયેલા હિંદુઓએ વસાવ્યો છે. વેબસાઈટ પર કૈલાસાને મહાનતમ હિન્દુ રાષ્ટ્ર બતાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે ગઈ રાત્રે 21 નવેમ્બર્ના રોજ બતાવ્યુ હતુ કે નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો છે.