રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (14:06 IST)

Pak. પર આર્થિક ઘેરાબંદી - 3400 કરોડ રૂપિયાની પાકિસ્તાની આયાત પર ભારતે લગાવ્યો 200% ચાર્જ

ભારતે પુલવામાં હુમલા પછી તમામ કૂટનીતિક મોરચા પર પાકિસ્તાનને ઘેરવા સાથે જ તેમની આર્થિક ઘેરાબંદી પણ શરૂ કરી દીધી છે શુક્રવારે પડોશી દેશના મોસ્ટ ફેવર્ડ નેશન નો દરજ્જો ખતમ કર્યા પછી શનિવારે ત્યાથી થનારા લગભગ 3400 કરોડ રૂપિયાના સામાનોના આયાત પર પણ 200 ટકાનો ભારે ભરકમ ટેક્સ લગાવી દીધો. નાણાકીય મંત્રી અરુણ જેટલીએ તત્કાલ પ્રભાવથી આ ચાર્જ વૃદ્ધિ લાગૂ કરી દેવાની જાહેરાત કરી. નાણાકીય મંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યુ પુલવામાં હુમલા પછી ભારતે પાકિસ્તાન પાસેથી એમએફએનનો દરજ્જો પરત લઈ લીધો છે. 
 
ત્યારબદ પાકિસ્તાનથી ભારત નિકાસ  કરવામા આવતા બધા ઉત્પાદો પર બેસિક કસ્ટમ ડ્યુટીમાં તત્કાલ પ્રભાવથી 200 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના મુજબ ભારત  હાલ અનેક ઉત્પાદોના વેપારને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવા પર પણ વિચાર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતે શુક્રવારે વિશ્વ વેપાર સંગઠનનુ સુરક્ષા અપવાદ નિયમના હેઠળ પાકિસ્તાનનો એમએફએન દરજ્જો ખતમ કરી દેવામાં આવ્યો હતો. ભારતની તરફથી 1996માં પાકિસ્તાનને આ દરજ્જો આપીને બેસિક કસ્ટમ ડ્યુટીમાં પણ અત્યાર સુધી ભારે છૂટ આપવામાં આવી રહી હતી. 
 
આ રીતે લાગશે પડોશીને ઝટકો 
 
- પાકિસ્તાને ભારતને  2017-18માં લગભગ 3482.3 કરોડ રૂપિયાના નિકાસ કર્યો હતો. 
-  વર્તમાન સમયમાં સૌથી વધુ આયાત કરનારા ફળો પર 30થી 50 ટકા અને સીમેટ પર 7.5 ટકા ચાર્જ હતો.  
- 200 ટકા ચાર્જ વધાર્યા પછી તેના ભાવ હવે ભારતીય ફળ અને સીમેંટ કરતા ખૂબ જ વધુ મોંઘા થશે. 
- મોંઘા થવાથી ભારતમાં તેની ડિમાંડ નહી રહે. જેનાથી આપણા દેશ સાથે પાકિસ્તાનની આવકનો દરવાજો બંધ થઈ જશે. 
 
બંને વચ્ચેના વેપારના આંકડા 
 
- વિશ્વ બેંક દ્વારા 37 અરબ ડોલર સુધી બંને દેશ વચ્ચે વેપાર થવાની ક્ષમતા આંકવામાં આવી હતી 
- . 2017-18માં બંને દેશ વચ્ચે  2.41 અરબ ડૉલરનો જ વેપર થયો હતો
- ભારતે પાકિસ્તાનને 1.92 અરબ ડોલરની નિકાસ કરી હતી જ્યારે કે 488.5 મિલિયન ડોલરની આયાત થઈ હતી. 
- 2018-19 માં એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે ભારતે 1.18 અરબ ડોલરની નિકાસ કરી હતી. જ્યારે કે પાકમાંથી 338.66 ડોલરનો સામાન મંગાવ્યો હતો. 
 
પાકિસ્તાનથી આવનારા મુખ્ય ઉત્પાદ 
 
તાજા ફળ, સીમેંટ, પેટ્રોલિયમ ઉત્પાદ, થોક ખનિજ અને અયસ્ક, તૈયાર ચામડુ, સંસાધિત ખનિજ, ડ્રાઈફ્રૂટ્સ, ઈન ઓર્ગેનિક કેમિકલ, કાચા કપાસ, મસાલા, ઊન, રબર ઉત્પાદ, આલ્કોહોલ પીણા, મેડિકલ ઉપકરણ, સમુદ્રી ઉત્પાદ, પ્લાસ્ટિક, રંગની ડાઈ અને ખેલ પ્રસાધન. 
 
ભારતમાંથી જનારા મુખ્ય ઉત્પાદ 
ખાંડ, કાચી કપાસ, સૂતી દોરો, કેમિકલ, પ્લાસ્ટિક, હસ્તનિર્મિત દોરો અને રંગાઈની ડાય 
 
હવે શુ કરી શકે છે પાકિસ્તાન  ? 
 
1996 માં ખુદને એમએફએનનો દરજ્જો મળવા છતા પાકિસ્તાને ક્યારેય ભારતને આ દરજ્જો નથી આપ્યો. તેની તરફથી માત્ર આવુ કરવાની વાત કહેવામાં આવતી રહી છે. પાક્સિતાને પહેલાથી જ 1209 વસ્તુઓને ભારતથી આયાત પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. માત્ર 138 ભારતીય ઉત્પાદ જ ત્યા નિકાસ થાય છે. જેના પર એમએફએન દરજ્જો ન હોવાથી પહેલાથી જ ભારે ચાર્જ લાગૂ છે. શક્યતા માત્ર એટલી જ છે કે પાકિસ્તાન આ ઉત્પાદન પર ચાર્જ વધારી શકે છે.