શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 14 એપ્રિલ 2023 (11:10 IST)

શુ તમે જોઈ 4 કરોડની સુપરકાર, ભારતમાં આ ઓટો કંપનીએ કરી લોંચ, જાણો બેસ્ટ ફીચર્સ અને વિશેષતા

supar car LAMBORGHINI
દેશમાં લકઝરી કારનુ રેકોર્ડ વેચાણ થઈ રહ્યુ છે. દુનિયાની તમામ મોંઘી કાર બનાવનારી કંપનીઓ જેમા ઓડી, બીએમડબલ્યુ, મર્સિડિઝ જેવી કંપનીઓ પણ સામેલ છે જે ભારતીય બજારમાં રેકોર્ડ ગાડીઓનુ વેચાણ કરી રહી છે.  ભારતીય બજારમાં કરોડોની કારની વધેલી માંગને જોતા લકઝરી સ્પોર્ટસ કાર નિર્માતા લૈબોર્ગિનીએ દેશમાં 4.14 કરોડ રૂપિયાની કિમંતની સુપર કાર ઉરૂસ લૉન્ચ કરી છે. આવો જાણીએ કારના ફિચર્સ અને ખૂબીઓ 
 
તમને જણાવી દઈએ કે લૈબોર્ગિની ઉરુસ એસમાં  4.0-લીટર ટર્બો વી8 એંજિન લાગેલુ છે. જે 657 વીએચપીનો પાવર અને 850 એનએનનો ટર્ક જનરેટ કરે છે. 
 
 આ કારની ટોપ સ્પીડ 350 કિમી છે. તે માત્ર 3.5 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી લે છે.
 
8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ તમામ વ્હીલ્સને પાવર મોકલે છે.
 
આ સુપર કારમાં 6 ડ્રાઇવિંગ મોડ ઉપલબ્ધ છે.
 
વાહનનું વજન ઓછું રાખવા માટે તેને એલ્યુમિનિયમ અને કમ્પોઝિટ મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે.