ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (16:03 IST)

Gujarat Budget માં શિક્ષણ વિભાગને શુ મળ્યુ જાણો

- શિક્ષણ વિભાગ માટે કુલ ૩૧ 955 કરોડ  ની જોગવાઈ
- school of excellence યોજનાની જાહેરાત કરવામાં આવી
- રાજ્યની શાળાઓ પૈકી 500 શાળાઓને school of excellence તરીકે વિકસાવવામાં આવશે
રૂપિયા ૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી
- પ્રાથમિક શાળાઓના નવા 7000 ખંડોના બાંધકામ હાથ ધરવા માટે 650કરોડની જોગવાઈ
- શાળાકીય શિક્ષણ ગુણવત્તા સુધારવા અને યોજનાઓના online real time માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ મજબૂત બનાવવા માટે 188  કરોડની જોગવાઈ
શાળાની શૈક્ષણિક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે gujarat school quality accreditation council માટે પાંચ કરોડની જોગવાઈ
ધોરણ એક થી આઠના આશરે ત્રીસ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને પદ સંગમ યોજના માટે 980 કરોડની જોગવાઈ
સાત જીલ્લાઓ ની સરકારી પ્રાથમિક શાળાઓના 404 મધ્યાન ભોજન કેન્દ્રો માં કિચનસેટ બનાવવા ૧૦ કરોડની જોગવાઈ
રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા અંદાજે ચાર લાખ 20 હજાર વિદ્યાર્થીઓ ના યુનિફોર્મ સ્કૂલબેગ વગેરે સહાય આપવા 550 કરોડની જોગવાઈ
પ્રાથમિક શાળાઓના 15000 વર્ગખંડોમાં અંદાજીત ૬ લાખ બાળકોને ઉપયોગી થાય એવા વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને જ્ઞાનકુંજ સવલત ઉભી કરવા ૧૨૫ કરોડની જોગવાઈ
રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં 240 કસ્તુરબા ગાંધી વિદ્યાલય હોસ્ટેલ માં અભ્યાસ કરતી 22000 કન્યાઓ માટે વિનામૂલ્યે રહેવાની તથા ભોજનની વ્યવસ્થા માટે ૮૫ કરોડની જોગવાઈ
ઘરેથી સ્કુલ નું અંતર કિલોમીટર થી વધુ ન હોય તેવી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં દોઢ લાખ કરતાં વધુ બાળકોના પરિવહન માટે ૬૬ કરોડની જોગવાઈ કરવામાં આવી
સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આશરે સવા લાખ દિવ્યાંગ બાળકો માટે દશ્ય શ્રાવ્ય સાધનો પૂરા પાડવા ૫૦ કરોડની જોગવાઈ. 
વ્યારા ખાતે ૧૪ કરોડના ખર્ચે નવું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બાંધવા માં આવશે એના માટે ચાર કરોડની જોગવાઈ કરાઈ