બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 1 મે 2023 (10:45 IST)

May 2023 New Rule આ મોટા ફેરફાર, આજથી બદલાઈ ગયા 6 મોટા નિયમો, જાણો કેટલી રાહત

Rules Change From May 1: દર મહીનાની પહેલી તારીખે ગેસ સિલેંડરના ભાવની સાથે ઘણા નિયમોમાં ફેરફાર થાય છે. જેનો સીધો અસર સમાન્ય જનતાના ખિસ્સા પર પડે છે. તો તેમજ મે મહીના શરૂ થવામાં થોડા જ દિવસ બાકી છે. તેથી આવનારા નવા મહીનામાં ઘણા મોટા ફેરફાર થઈ રહ્યા છે. બેટરીથી ચાલતા વાહન, બેંક 
 
1. 
મજૂર દિવસ પર સારા સમાચાર આવ્યા છે. સરકારે એલપીજી  ગેસ સિલિન્ડરના દરમાં મોટો ઘટાડો કર્યો છે. જોકે, આ કપાત માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર જ ઘટાડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીથી પટના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 171.50 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે
 
2. મુંબઈ મેટ્રોના ભાડા પર 25% ડિસ્કાઉન્ટ
1 મેથી, મુંબઈ મેટ્રો લાઇન્સ 2A અને 7 એ 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો, વિકલાંગ લોકો અને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ભાડામાં 25 ટકાની છૂટની જાહેરાત કરી છે. આ લાઈનો મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ (MMMOCL) અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDAA) દ્વારા સંચાલિત છે. આ લાભ મેળવવા માટે તમારે દસ્તાવેજો બતાવવા પડશે
 
3. મ્યુચુઅલ ફંડના નિયમોમાં ફેરફાર 
Rules Change From May 1: માર્કેટ રેગુલેટર SEBI એ મ્યુચુઅલ ફંડના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. નિવેશક માટે તેને અનુકુળ બનાવવા માટે સેબીએ નવો અપડેટ કરવા માટે કહ્યુ છે. તેન માટે મ્યુચુઅલ ફંડમાં ઈંવેસ્ટ માટે વપરાઆ ડિજીટલ વોલેટને આરબીઆઈને કેવાઈસી કરાવવો પડશે. આ નિયમ 1 મે 2023થી લાગૂ થઈ રહ્યા છે. 
 
4. જીએસટીના નિયમ 
Rules Change From May 1: જીએસટીના ઘણા નિયમોમાં ફેરફાર કરાયુ છે. નવા નિયમોના પાલનવેપારીઓ દ્વારા કરાવવો જરૂરી છે. કોઈ પણ  ટ્રાંસજેકશનની રસીદ 7 દિવસની અંદર ઈંવાઑયસ રજીસ્ટ્રેશન પોર્ટલ પર અપલોડ કરાવવી ફરજીયાત રહેશે. નવા નિયમ 1 મેથી પ્રભાવી રહેશે.  
 
5. બેટરીથી ચાલતા વાહનોના નિયમ 
કેન્દ્ર સરકારે બેટરીથી ચાલતા પ્રવાસી વાહનો માટેના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આ વાહનોમાંથી કોઈપણ પ્રકારની પરમિટ ફી લેવામાં આવશે નહીં. નવો નિયમ 1 મેથી લાગુ થશે. આ અંતર્ગત ઇલેક્ટ્રિક, ઇથેનોલ અને મિથેનોલ પર ચાલતા પ્રવાસી વાહનોને રાહત મળશે.