રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 26 એપ્રિલ 2023 (12:37 IST)

Gold silver price update - સોના-ચાંદીના ભાવમાં થઇ વધઘટ

gold
મંગળવારે સોના અને ચાંદીન ભાવમાં ગિરાવટ દેખાઈ. એમસીએસક  (MCX) પર મંગળવારે સાંજે સોનું રૂ. 51 ઘટીને રૂ. 59950 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે ચાંદીમાં 1228 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને 73768 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આ પહેલા સોમવારે ચાંદી 74996 રૂપિયા પ્રતિ કિલો અને સોનું 60001 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. વૈશ્વિક સ્તરે, ન્યુયોર્કમાં ચાંદીના ભાવ 0.84 ટકા ઘટીને 25.31 ડોલર પ્રતિ ઔંસ રહ્યા હતા.
 
તમને જણાવી દઈએ કે સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવની પ્રક્રિયા ચાલી રહી છે. ફેબ્રુઆરીમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ આ પછી કિંમતમાં વધારાએ નવા રેકોર્ડ બનાવ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ દિવાળીમાં સોનાનો ભાવ 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.