બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (12:08 IST)

2 વર્ષના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો સોનાનો ભાવ, ચાંદી પણ ઉછળીને 71 હજારના નિકટ પહોચી, જાણો આગળ શુ ?

gold
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીની કિમંતમાં ઉછાળ આવવાથી ભારતીય બજારમાં Gold નો ભાવ 2 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. આજે એમસીએક્સ પર સોનુ વાયદા  0.6% વધીને  55,546 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયુ જ્યારે કે ચાંદી 1.4% વધીને 70,573 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. ઉલ્લેખની છે કે સોનાએ ઓગસ્ટ 2020 માં 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઑલ ટાઈમ હાઈ બનાવ્યુ હતુ.   એમસીએક્સ પર સોનું 2 વર્ષની રેકોર્ડ ઊંચાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે. કોમોડિટી નિષ્ણાતો કહે છે કે સોના અને ચાંદીમાં વધુ વધારો થશે અને ટૂંક સમયમાં સોનું તેના અગાઉના ઊંચા રેકોર્ડ તોડી શકે છે.
 
સોનુ 57 હજાર અને ચાંદી 72 હજારને પાર જશે 
 
આઈઆઈએફએલ સિક્યોરિટીજમાં રિસર્ચના વાઈસ પ્રેસિડેંટ અનુજ ગુપ્તાએ જણાવ્યુ કે વૈશ્વિક મંદીની આશંકાથી એકવાર ફરી સોનુ અને ચાંદીમાં તેજી પરત ફરી છે. આજે સોનાએ બે વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. બજેટ કે ત્યારબાદ સોનાનો ભાવ 57 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. બીજી બાજુ ચાંદીની કિમંત 72 હજાર પ્રતિ કિલોગ્રામ સુધી જઈ શકે છે. 
 
વર્ષની શરૂઆતથી પોઝીટિવ મોમેંટમમાં કિમંતી ધાતુ 
 
કોમોડિટી નિષ્ણાતોનું કહેવું છે કે 2023ની શરૂઆતથી સોના અને ચાંદીમાં સકારાત્મક ગતિ જોવા મળી છે. તાજેતરમાં સોનું 200 દિવસની મૂવિંગ એવરેજ (SMA) વટાવી ગયું છે. સોનાને $1814-1801 ની નજીક સપોર્ટ અને 1838-1850 ડોલર ની નજીક રેજિસ્ટેંસનો સામનો કરવો પડશે. ચાંદીને 23.72-23.55 ડોલર પર સપોર્ટ મળ્યો છે, જ્યારે કે રેજિસ્ટેંસ 24.22-24.40 ડોલર પર છે. રૂપિયાના હિસાબથી સોનાને 54,950-53,750 રૂપિયા પર સપોર્ટ મળ્યો છે, જ્યારે કે 55,480, 54,650 રૂપિયા પર રેજિસ્ટેંસ છે. ચાંદીને 69,050-68,580 રૂપિયા પર સમર્થન છે. જ્યારે કે પ્રતિરોધ  70,420-70,780 રૂપિયા પર છે.  જો આ લેવલ તોડે છે તો સોનુ અને ચાંદીમાં આગળ હજુ ઉછાળો જોવા મળી શકે છે.