સંબંધિત સમાચાર
- Electric Vehicle થી કમાણીનો નવો રસ્તો, જાણો EV માં કયા કયા બિઝનેસ છે ફાયદાનો સોદો
- Ola, Ather, TVS, Hero, Bajaj માં થી કયુ EV તમારા માટે છે બેસ્ટ, TOP 10 સ્કુટર
- Electric Scooter Buying Guide 2026 : EV સ્કુટર ખરીદતા પહેલા જાણી લો 10 જરૂરી વાતો, નહી થાય નુકશાન
- EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર
- ગુજરાત સરકારની નવી EV નીતિ: ગ્રાહકોને મળશે ડબલ સબસિડી, RTO ટેક્સ થશે ઝીરો
EV Battery Fire: ચાર્જીંગ દરમિયાન EV ની બેટરી કેવી રીતે બની જાય છે આગનો ગોળો ? જાણો કારણ અને બચવાના ઉપાય
Ev battery fire
Thermal runaway in electric vehicle battery: દેશમાં EVની માંગ વધી રહી છે અને સરકાર સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે નોઇડા અને ઇન્દોરમાં બનેલી ઘટનાઓએ ફરી એકવાર લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. શું તે ખરેખર સલામત છે? શું આપણે તે ખરીદવું જોઈએ? ઘટનાઓ પછી આવા ઘણા પ્રશ્નો ઉભા થાય છે.
તમે સાંભળ્યું હશે કે દેશનાં જુદા જુદા રાજ્યોમાં અનેક શહેરોમાં ચાર્જીંગ પર મુકેલા EV માં આગ લાગી જાય છે. કેટલીય વાર આ આગે વિકરાળ રૂપ લઈને લોકોના ઘર કે પુરા એપાર્ટમેન્ટમાં આગ ફેલાવીને અનેક લોકોના જીવ લીધા છે. આવામાં સવાળ એ ઉભો થાય છે કે છેવટે ઈલેક્ટ્રિક વ્હીકલોમાં અચાનક આગ કેમ લાગી જાય છે ? શું છે થર્મલ રનઅવે નું ખતરનાક ચેન રિએક્શન જે પાણીથી ઓલવવું પણ અશક્ય થઈ જાય છે ? આવો સમજીએ તેના વિશે...
બેટરીમાં આગ કેમ લાગે છે ?
નિષ્ણાતોના મતે, ભારતમાં ઇલેક્ટ્રિક વાહનની બેટરીમાં આગ લાગવાનું સૌથી સામાન્ય કારણ થર્મલ રનઅવે(Thermal Runaway) છે.
આ એવી સ્થિતિ હોય છે જ્યારે બેટરીની અંદરનો એક સેલ ખૂબ જ ગરમ થઈ જાય છે. ત્યારબાદ આ ગરમી આસપાસનાં અન્ય સેલમાં ફેલાય છે, ધીમે ધીમે સમગ્ર બેટરીમાં ચેન રિએક્શન થઈ જાય છે.
આ ચેઈન રિએક્શનને કારણે બેટરીની અંદર એક સાથે વધુ પડતી ગરમી, જ્વલનશીલ ઈલેક્ટ્રોલાઈટ્સ અને અનેક પ્રકારના ખતરનાક વાયુઓ બહાર આવે છે. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ શકે છે.
પાણીથી ઓલવવી કેમ થઈ જાય છે મુશ્કેલ ?
થર્મલ રનઅવે દરમિયાન, બેટરી અંદરથી ગરમી ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે. આ જ કારણ છે કે બેટરી પર ફક્ત પાણી રેડવાથી આગ સંપૂર્ણપણે ઓલવાઈ જશે નહીં અને ક્યારેક થોડા સમય પછી ફરીથી સળગી પણ શકે છે
ભારતમાં બેટરીઓમાં આગ લાગવાના પાંચ મુખ્ય કારણ
Ev battery fire
ભારતીય પરિસ્થિતિઓના આધારે નિષ્ણાતોએ EV બેટરીમાં આગ લાગવાના કેટલાક મુખ્ય કારણો ઓળખ્યા છે:
ભારતીય આબોહવા માટે યોગ્ય ન હોવું: ઘણા બેટરી પેક ભારતની ભારે ગરમીનો સામનો કરી શકે એવી ડિઝાઇનમાં કરવામાં આવ્યા નથી.
નબળું થર્મલ મેનેજમેન્ટ: વાહનોમાં બેટરી દ્વારા ઉત્પન્ન થતી ગરમીને દૂર કરવા માટે પૂરતી અને કાર્યક્ષમ ઠંડક અથવા થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમનો અભાવ હોય છે.
નબળી ગુણવત્તાવાળી બેટરી: ખર્ચ ઘટાડવા માટે, બજારમાં સસ્તી, નકલી અથવા અત્યંત નબળી ગુણવત્તાવાળી બેટરીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, જેના કારણે આવા અકસ્માતો થાય છે.
ખોટા ચાર્જરનો ઉપયોગ: ખોટી રીતે રેટિંગવાળા, સ્થાનિક અથવા નબળી જાળવણીવાળા ચાર્જર અને સોકેટનો ઉપયોગ. ઘણીવાર, લોકો સસ્તા ભાવે સ્થાનિક ચાર્જર ખરીદે છે, જે પાછળથી ખતરનાક સાબિત થાય છે.
બાહ્ય ફેરફારો: અધિકૃત સેવા કેન્દ્રને બદલે સ્થાનિક મિકેનિક્સ દ્વારા અનધિકૃત રીપેયરીંગ કરાવવું અથવા વાહનમાં આફ્ટરમાર્કેટ મોડિફિકેશન કરાવવા.
સલામતીના ધોરણોમાં સુધારો, પરંતુ પડકારો હજુ પણ બાકી
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો માટે સલામતીના ધોરણો, જેમ કે AIS-156, અગાઉના ધોરણોની તુલનામાં મજબૂત બનાવવામાં આવ્યા છે. જોકે, નિષ્ણાતો માને છે કે સૌથી મોટા પડકારો આ નિયમોનું અસરકારક પાલન, અસંગઠિત ઉત્પાદકો, લોકલ રિપેયરરીંગ સેન્ટર અને ખરાબ સર્વિસિંગ સાથે સંબંધિત છે.
સુરક્ષિત રહેવા માટે શું કરવું ?
જો તમારી પાસે ઇલેક્ટ્રિક વાહન હોય, તો આ બાબતો ધ્યાનમાં રાખો...
હંમેશા બ્રાન્ડેડ ચાર્જર પસંદ કરો: વાહન ઉત્પાદક દ્વારા પ્રમાણિત અને માન્ય ચાર્જરનો જ ઉપયોગ કરો.
લોકલ રીપેયર્રીંગ માટે ના કહો: કોઈપણ સમસ્યાના કિસ્સામાં, ફક્ત અધિકૃત ડીલર અથવા સર્વિસ સેન્ટરની મુલાકાત લો; સ્થાનિક મિકેનિક દ્વારા છેડછાડ ન કરો.
યોગ્ય જગ્યાએ ચાર્જિંગ: હંમેશા તમારા વાહનને સારી રીતે વેન્ટિલેટેડ વિસ્તારમાં ચાર્જ કરો. ઉપરાંત, ખાતરી કરો કે તમારું ઇલેક્ટ્રિકલ સર્કિટ અને વાયરિંગ યોગ્ય લોડને હેન્ડલ કરવા સક્ષમ છે.
આ પાંચ ચેતવણીને ક્યારેય ભૂલશો નહિ
જો તમને ચાર્જિંગ કરતી વખતે અથવા વાહન ચલાવતી વખતે આમાંના કોઈપણ સંકેત દેખાય, તો તેમને સંકટની આહટ સમાજીને તરત જ સતર્ક રહો.
બેટરી અથવા વાહન સામાન્ય કરતાં ઘણું ગરમ થઈ જવું
બેટરી પેકના કોઈપણ ભાગમાં સોજો.
EV માંથી બળવાનીઅથવા વિચિત્ર રાસાયણિક ગંધ.
વાહન અથવા બેટરી બોક્સમાંથી ધુમાડો નીકળતો હોય
પ્લગ ઇન કરતી વખતે વારંવાર ચાર્જિંગમાં નિષ્ફળતા
