Budget 2023 ના પહેલા સરકારે પુરૂ કર્યુ વચન, હવે આ લોકોને નહી ભરવો પડે Income Tax રિટર્ન
વર્ષનો વાર્ષિક હિસાબ એટલે કે બજેટ 2023 હવે થોડા દિવસો દૂર છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું આ બજેટ ઘણું મહત્વનું સાબિત થવાનું છે. આવતા વર્ષે 2024મા સામાન્ય ચૂંટણી છે આવમાં વર્તમાન સરકારનુ આ અંતિમ પૂર્ણ બજેટ રહેશે. આ બજેટમા સામાન્ય લોકોને પણ સરકાર તરફથી ઘણી આશાઓ છે. આ દરમિયાન સરકારે એક એવુ વચન પૂર્ણ કર્યુ, જેની જાહેરાત સરકારે અગાઉના બજેટમાં કરી હતી.
ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે એટલે કે 2022ના બજેટમાં વડીલોને ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાથી મોટી રાહત આપી હતી. આ જોગવાઈને લાગૂ કરતા સરકારે આઈટીઆરના નિયમો (ITR Rules) માં ફેરફાર કર્યો છે. હવેથી 75 વર્ષથી વધુ વયના લોકોને ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નહી કરવી પડે.
નાણાકીય મંત્રાલયે કર્યુ ટ્વીટ
નાણાકીય મંત્રાલયે આ સંબંધમાં ટ્વીટ કરી આ ફેરફારની માહિતી આપી છે. નાણાકીય મંત્રાલયે ટ્વીટમાં કહ્યુ છે કે હવેથી 75 વર્ષથી વધુ વયના સીનિયર સિટીજનને રિટર્ન ફાઈલ નહી કરવી પડે. સરકારની જાહેરાત હેઠળ જે વરિષ્ઠ નાગરિકો પાસે ઈનકમનુ સાધન ફક્ત પેંશન કે પછી બેંક તરફથી મળનારુ વ્યાજ છે તો તેમને આ વર્ષથી આઈટીઆર ફાઈલ નહી કરવી પડે.
આવકવેરાના કાયદામાં થયો ફેરફાર
સરકારે વરિષ્ઠ નાગરિકોને લાભ પહોચાડવા માટે ઈનકમ ટેક્સ એક્ટ 1961 માં એક નવી ધારા 194P જોડી છે. સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેજે જણાવ્યુ છે કે આ માટે નોટિફિકેશન રજુ કરવામાં આવી છે. આ માટે નિયમ 31, નિયમ 31, નિયમ 31A, ફોર્મ 16 અને 24Qમાં પણ જરૂરી સંશોધન કરવામાં આવ્યા છે.