મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (09:43 IST)

Bank Holidays in July 2021: જુલાઈમાં 15 દિવસ બેંક રહેશે બંધ, અહી જુઓ રજાઓનુ પુરુ લિસ્ટ

જુલાઈ મહિનામાં બેંક લગભગ અડધો મહિનો બંધ રહેશે. જુલાઈમાં વીકેંડ રજાઓ અને વિવિધ તહેવારોને કારણે 15 દિવની રજારો રહેશે. ભારતી રિઝરવ બેંક (આરબીઆઈ)ના મુજબ છ વીકેંડ અને નવ તહેવારોની રજાઓ જુલાઈમાં રહેશે. જેમા બીજો, ચોથો શનિવાર અને ચાર રવિવારની રજાઓ મળીને 6 વીકેંડનો પણ  સમાવેશ છે. 
 
જુલાઈમાં રથયાત્રા, ભાનુ જયંતિ, બકરીઈદ, કેર પૂજા જેવા તહેવારો આવી રહ્યા છે. પ્રથમ તહેવાર 12​​ જુલાઈએ રથયાત્રાની રજા છે જે ઇમ્ફાલ, ભુવનેશ્વરમાં વધુ  ઉજવાય છે. અંતિમ રજા 31 જુલાઈના રોજ કેર પૂજાની રહેશે. આવો તમને જણાવી દઈએ કે જુલાઈમાં બેંકો ક્યારે બંધ થશે.
 
4 જુલાઈ - રવિવારની રજા
10 મી જુલાઈ - મહિનાનો બીજો શનિવાર રજા
11 મી જુલાઈ - રવિવારની રજા
12 જુલાઈ - કાંગ રથયાત્રા તહેવારની રજા
13 જુલાઈ - ભાનુ જયંતિની રજા
જુલાઈ 14 - દ્રુકપા ત્સેચિ તહેવારની રજા
16 જુલાઈ - હરેલા તહેવારની રજા
17 જુલાઈ - ખરચી પૂજા રજા
18 જુલાઈ - રવિવારની રજા
જુલાઈ 19 - ગુરુ રિમ્પોચેની થુંગકર ત્સેશુની રજા
20 જુલાઈ - બક્રીડ રજા
21 જુલાઈ - ઈદ-ઉલ-ઝુહા તહેવારની રજા
24 જુલાઈ - મહિનાનો ચોથો શનિવાર રજા
25 જુલાઈ - રવિવારની રજા
31 જુલાઈ - કેર પૂજાની રજા
 
બધા રાજ્યોમાં એક સાથે રજાઓ લાગૂ થતી નથી 
 
ઉલ્લેખનીય છે કે આરબીઆઈની રજાઓ દરેક રાજ્ય પર એક સાથે લાગૂ નથી થતી. રાજ્યોના હિસાબથી બેંકોમાં રજાઓ હોય છે. તેથી આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર બેંકની રજાઓની આખુ લિસ્ટ જોઈને એ જાણી શકો છો કે કયા તહેવાર પર તમારા રાજ્યમાં બેંકોની રજાઓ રહેશે.