1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
  4. Purushottam na bhajan

શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું સંકીર્તન

પુરુષોત્તમ ભગવાનનું ભજન
શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન 
 
 
શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો
 
એકાક્ષર ૐકાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો.
 
યજ્ઞોમાં જપયજ્ઞ તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
સેનાપતિમાં કાર્તિકેય છો, જળાશયોમાં સમુદ્ર તમે છો.
 
પુરોહિતોમાં બૃહસ્પતિ તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
વેદોમાં તમે સામવેદ છો, આદિત્યોમાં વિષ્ણુ તમે છો.
 
તેજપુંજમાં સૂર્ય તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
દેવગણોમાં ઈન્દ્ર તમે છો, નક્ષત્રોમાં ચંદ્ર તમે છો.
 
ઈન્દ્રિયોમાં મન તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
વાયુશ્રેષ્ઠ મરીચી તમે છો, નગાધિરાજ હિમાલય તમે છો.
 
સર્વ મનોના મન તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
રુદ્રોમાં તમે શંકર છો, વસુઓમાં પાવક તમે છો.
 
યક્ષોમાં તએમ કુબેર છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
ગંધર્વોમાં ચિત્રરથ છો, દેવર્ષિઓમાં નારદ તમે છો.
 
વાણીમાં ૐકાર તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
પર્વત શ્રેષ્ઠ સુમેરુ તમે છો, વૃક્ષોમાં પીપળ તમે છો.
 
સ્થાવર જંગમના ચેતન છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
હાથીમાં ઐરાવત તમે છો, અશ્વોમાં ઉચ્ચે:શ્રવા તમે છો.
 
ગાયોમાં તમે કામધેનુ  છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
મુનિઓમાં શ્રીકપિલ તમે છો, માનવગણમાં રાજા તમે છો.
 
સૃષ્ટિસર્જક કામદેવ છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
સર્પોમાં તમે વાસુકિ છો, અનંત નામે નાગ તમે છો.
 
ધર્મરાજ-યમરાજ તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
ખગમંડળમાં ગરુડ તમે છો, વનચરમાં વનરાજ તમે છો.
 
સમયેશ્વર ત્રિકાળ તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
પિતૃઓમાં સૂર્ય-અર્યમા તમે છો, પવિત્રકર્તા પવન તમે છો.
 
જળના દેવ વરુણ તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
શસ્ત્રધારીમાં રામ તમે છો, દૈત્યોમાં પ્રહલાદજી તમે છો.
 
કર્મનું ફળ દેનાર તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
મગરમચ્છ છો જળચરમાં, ને નદીઓમાં ગંગાજી તમે છો.
 
આદિ મધ્ય ને અંત તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
સામવેદમાં બૃહતસામ છો, ને છંદોમાં ગાયત્રી છો.
 
સફળ સૃષ્ટિનું બીજ તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
માસોત્તમમાં માર્ગશીર્ષ તમે છો, ઋતુઓમાં ઋતુરાજ છો.
 
તેજસ્વીઓનું તેજ તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
આયુધોમાં વજ્ર તમે છો, દ્યુતમાં છલબલ શ્રેષ્ઠ તમે છો.
 
ન્યાયી દમનમાં દંડ તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
કવિઓમાં શ્રીશુક તમે છો, ગુપ્તભાવમાં મૌન તમે છો.
 
અકાર મકાર ઉકાર તમે છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.
 
મર્યાદા પુરૂષોત્તમ છો, ને પૂર્ણ પણે પુરૂષોત્તમ છો.
 
સર્વ થકી સર્વોત્તમ છો, શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો.