Momai maa Aarti - મોમાઈ માં ની આરતી
શ્રી મોમાઈ માઁની આરતી
જય મોમાઈ માતા, જય મોમાઈ માતા (ર)
બરાળીયા કુળની રક્ષક (ર) ભકતોની ત્રાતા
જય કુળદેવી મૈયા.૧
બાળની રક્ષા કાજ, માડી હરક્ષણ તું તૈયાર (ર)
સમયે દોડતી આવે (ર), સાંઢણીયે અસવાર
જય કુળદેવી મૈયા...ર
એક હસ્તે ત્રિશુળ સોહે, બીજે કર તલવાર (ર)
ઢાલ ગ્રહી ત્રીજે હસ્તક (૨) ચોથે કરૂણા અપાર,
જય કુળદેવી મૈયા...૩
તારા ૩૫ થકી માં, ચંદ્ર પ્રકાશિત થાય
(૨)કોટિ કોટિ સૂર્ય સરીખું (ર) તેજ અપરંપાર,
જય કુળદેવી મૈયા...૪
તુ જગદંબા, તું ગાયત્રી, તું જ જીવન આધાર (ર)
તુ હી તારિણી, તું ઉરિણી (ર)પતિત પાવની માત
જય કુળદેવી મૈયા...પ
તારા તેજનો અંશ છું હું, શાનો બનું લાચાર ? (૨)
તારું શરણું મળ્યા પછી (ર) શાનો નિરાધાર છુ
જય કુળદેવી મૈયા... 6
મેલો, ઘેલો, ગાંડો, પાપી વસ્ત્રે ડાઘ અપાર
(ર) ખોળો ખૂંઠવા આવ્યો (ર) આધો ન કરજે માત
જય કુળદેવી મૈયા...7
મોમાઇ માતની આરતી, જે ભાવે ગાશે
(ર) ભવસાગર તરી જાશે (ર) કૂળ એકોતેર સાથ
જય કુળદેવી મૈયા...૮