શુક્રવાર, 21 નવેમ્બર 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Modified: શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2025 (17:04 IST)

હું તો ગઈ તી મેળે

tarnetar fair

હું તો ગઈ તી મેળે
મન મળી ગયું એની મેળે, મેળામાં

હૈયું હણાઈ ને ગયું તણાઈ
જોબનના રેલા માં, મેળામાં મેળામાં

મેળામાં આંખના ઉલાળા, મેળામાં ઝાંઝર ઝણકાર
કોઈને ના જાણે ક્યારે વાગે, કલજડે આંખિયુંનો બાણ

ચીતાડું ચગડોળ મારું આમતેમ ઝૂલતું ને
આંખ લડી જાય ઇશારા માં

હૈયું હણાઈ ને ગયું તણાઈ
જોબનના રેલા માં, મેળામાં મેળામાં

હું તો ગઈ તી મેળે
મન મળી ગયું એની મેળે, મેળામાં