રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (10:19 IST)

સ્થાનિક સ્વરાજ ચૂંટણી: અલગ-અલગ દિવસે મતદાન-મતગણતરીનો વિરોધ, હાઇકોર્ટે જાહેર કરી નોટીસ

ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને બે અલગ-અલગ દિવસે થનાર મતોની ગણતરીને લઇને ચૂંટણી કમિશન અને સરકારને નોટીસ જાહેર કરી છે. મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ જ્યારે નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતગણતરી 2 માર્ચના રોજ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.  
 
ગુજરાત હાઇકોર્ટે મંગળવારે રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ચૂંટણી કમિશનના પરિપત્રને પડકાર આપનાર અરજી પર સુનાવણી કર્યા બાદ રાજ્ય ચૂંટણી કમિશન અને ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી જવાબ રજૂ કર્યો છે. જ્યારે આ કેસની આગામી સુનાવણી 9 ફેબ્રુઆરીના રોજ થશે.  
 
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય ચૂંટણી કમિશન અને રાજ્ય સરકારને 6 ફેબ્રુઆરી સુધી આ મુદ્દે સોગંધનામુ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટમાં દાખલ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે નગર નિગમ અને પંચાયતના મતોની ગણતરી એકસાથે કરાવવી જોઇએ. 
 
રાજ્ય ચૂંટણી પંચ દ્રારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં થશે. જ્યારે મતોની ગણતરી બે અલગ-અલગ દિવસોમાં કરવામાં આવશે. અમદાવાદ સહિત 6 નગર નિગમની મતદાન 21 ફેબ્રુઆરી અને ચૂંટણીના પરિણામોને માટે મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ થશે.