સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલે પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો
રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં દર્શન કરીને સભા સંબોધી હતી. તેમણે લોકોને સંબોધતાં મોદી ઉપર આકરા પ્રહારો કર્યાં હતાં. તેમણે જીએસટી અંગે કહ્યું હતું કે મોદી લોકો પાસેથી ગબ્બરસિંગ નામનો ટેક્સ વસૂલ કરે છે. તેમણે હંમેશા લોકો પાસેથી બધું લીધું જ છે પણ કશું આપ્યું નથી. તેમને કોંગ્રેસ સરકારે શરૂ કરેલી ગરીબોને રોજગારી આપતી મનરેગા યોજના પણ બંધ કરાવી દીધી. તેમણે મનરેગા બંધ કરીને લોકો પાસેથી રોજગાર પણ છીનવી લીધો છે. મોદી સરકાર દ્વારા ખેડુતોના દેવાં પણ માફ કરવામાં આવતાં નથી. રાહુલે ઉમેર્યું હતું કે આ દેશમાં અમીર ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકે છે પણ આ દેશના ખેડૂતોનો શું વાંક છે કે તેમના દેવા માફ કરવામા નથી આવતાં. ભાજપના અમિત શાહ, મોદી અને રૂપાણીના મનની વાત સાંભળવાની ગુજરાતની જનતાને હવે આદત થઈ ગઈ છે. તમારું વીજળી, પાણી અને જમીન લઈ જાય છે અને તેમની મનની વાત સંભળાવી જાય છે પણ તમારા મનની વાત નથી સાંભળતા. અમારી સરકાર આવશે તો તમારા મનની વાત સાંભળશે.