સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 24 એપ્રિલ 2017 (11:35 IST)

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શોનો પ્રારંભ

- ૩૫ મિનિટસનાં આ શોમાં મંદિરનાં ભવ્ય ઇતિહાસ, સંઘર્ષ, સાર્વભૈામત્વ અને ચિરંજીવી પ્રભાસ સંસ્કૃતિનાં દર્શન થશે

૩૫ મિનિટસનાં આ શોમાં મંદિરનાં ભવ્ય ઇતિહાસ, સંઘર્ષ, સાર્વભૈામત્વ અને ચિરંજીવી પ્રભાસ સંસ્કૃતિનાં દર્શન થશે

 

દેશનાં બાર જ્યોતિર્લીંગમાં પ્રથમ સ્થાને બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરનાં પરિસર ખાતે ૨૧
એપ્રિલ-૨૦૧૭ શુક્રવારે સાંજેમુખ્યપ્રધાન્રી વિજયભાઇ રૂપાણીએ લાઇટ એન્ડ સાઉન્ડ શો ને ખુલ્લો મુક્યો હતો. અરબી સમુદ્રનાં લહેરાતા મોજાઓ વચ્ચે સોમનાથની અડિખમ ઉભેલી ચિંરજીવી સંસ્કૃતિ, સંઘર્ષ અને ક્યારેય ખંડિત ના થાય એવી સોમનાથ સંસ્કૃતિ અને સાર્વભૈામત્વનાં દર્શન પ્રકાશ અને ધ્વનીનાં માધ્યમથી ઉદ્દધાટન સમારોહમાં યાત્રિકો, ભક્તો અને મહાનુભવોએ કર્યા ત્યારે સોમનાથ પરિસર જય-સોમનાથનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું. વિજયભાઇ રૂપાણીએ સોમનાથ લાઇટ એન્ડ શોનાં પ્રારંભનાં પ્રસંગે કહ્યું કે, સોમનાથ મહાદેવ કરોડો શ્રધ્ધાળુઓની શ્રધ્ધાનું પ્રતિક છે.

અહીં ગુજરાતની દિવ્યતાનાં દર્શન થાય છે. સોમનાથ મંદિર બચાવવા હજારો બ્રાહ્મણોએ શહીદી આપી છે.  હમીરજી ગોહીલ જેવા રાજવીઓએ પણ શહીદી વ્હોરી હતી. લોખંડી મહાપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ અને રાજેન્દ્રપ્રસાદજી, જામસાહેબ જેવા મહાનુભાવોનાં પ્રયાસથી આજે સોમનાથનું આઝાદી વખતે નવનિર્મીત થયેલું મંદિર અડિખમ ઉભુ છે. મુખ્યપ્રધાન્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં સોમનાથ સહિતનાં આંઠ યાત્રાધામો દેશની ઓળખ બને અને દેશમાં આગવું સ્થાન ધરાવે તથા યાત્રિકો માટેનું પવિત્ર સુવિધાયુક્ત સ્થળ બનાવવા સરકારે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે. સોમનાથ આવતા શ્રધ્ધાળુઓ ભગવાનનાં દર્શન કરીને સોમનાથનો ભવ્ય ઇતિહાસ જાણીને જાય તેમને દિવ્ય ભૂમિમાં આવ્યાનું ગૈારવ થાય તે હેતુથી ગુજરાત સરકારનાં પ્રવાસન વિભાગે રૂ. ૪.૨૫ કરોડનાં ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો નો પ્રારંભ કર્યો છે.

સદીનાં મહાનાયક ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર શ્રી અમિતાભ બચ્ચનનાં અવાજ અને અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોમનાથ મંદિર પર પ્રકાશ અને અવાજથી તેનો ઇતિહાસ ઉજાગર થાય તેવો આ શો લોકોમાં એક નઝરાણું બનશે તેવી આશા મુખ્યપ્રધાન્રીએ વ્યક્ત કરી હતી.મુખ્યપ્રધાન્રીએ સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન શ્રી કેશુભાઇ પટેલનાં માર્ગદર્શન હેઠળ પ્રભાસક્ષેત્રનાં થઇ રહેલા વિકાસ કાર્યોની સરાહનાં કરી હતી. સોમનાથ આવતા યાત્રાળુઓ અચુક આ શો નિહાળે તેવો અનુરોધ પણ કર્યો હતો. સોમનાથ લાઇટ એન્ડ શો નું આલેખન પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યાએ કર્યું છે. અરબી સમુદ્ર સોમનાથનાં ઇતિહાસનો સાક્ષી રહ્યો છે. તેની વર્ણનગાથા સમુદ્ર રજૂ કરે છે તે રીતનાં આ શો માં સોમ દ્વારા મંદિર નિર્માણ ત્યાર પછી જુદા-જુદા યુગમાં મંદિર નિર્માણ, શ્રી કુષ્ણકથા, સોમનાથનો સુર્વણકાળ, વિર્ધમીઓનું આક્રમણ અને સરદારનાં મંદિર નવનિર્માણનાં સંકલ્પ સાથે ચિંરજીવી સંસ્કૃતિની રજૂઆત આકર્ષક રીતે કરવામાં આવી છે. આ પ્રસંગે સ્વાગત પ્રવચન વન અને પ્રવાસન મંત્રીશ્રી  ગણપતભાઇ વસાવા કર્યું હતું. આ તકે ઉત્તર પ્રદેશનાં નાયબ મુખ્યપ્રધાન્રી દિનેશ શર્મા, નાયબ મુખ્યપ્રધાન્રી નિતીનભાઇ પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન   આનંદીબેન પટેલ, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોતમભાઇ રૂપાલા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી તેમજ રાજ્યમંત્રી મંડળનાં સભ્યો સર્વશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ચિમનભાઇ સાપરીયા, બાબુભાઇ બોખીરીયા, આત્મારામ પરમાર, નાનુભાઇ વાનાણી, પ્રદિપસિંહ જાડેજા, શંકરભાઇ ચૈાધરી, જયંતિભાઇ કવાડીયા, જશાભાઇ બારડ, જશવંતભાઇ ભાભોર, દિલીપ ઠાકોર તેમજ દેશભરમાંથી આવેલા ભાજપ સંગઠનનાં પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.