શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (14:46 IST)

વાઘેલાના સમર્થકોએ લોન્ચ કર્યો ત્રીજો મોરચો, 'જન વિકલ્પ'

પાછલા ૬ મહિનાથી ગુજરાતના રાજકીય વાતવારણમાં અનેક વમળો સર્જાવનાર દિગ્ગજ રાજકીય નેતા, રાજયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વિરોધ પક્ષ નેતા શંકરસિંહ વાઘેલાના સમર્થકો કે જેમણે હાલમાં જ તેમની સાથે કોંગ્રેસ છોડી છે તેમણે 'જન વિકલ્પ'નામે ત્રીજો મોરચો ખોલ્યો છે. શહેરભરમાં બાપુ પ્રેરિત આ ત્રીજા મોરચાના પોસ્ટર્સ અને બેનર લાગ્યા છે. તેમજ લોકોને ભાજપ-કોંગ્રેસના વિકલ્પ તરીકે નવા વિકલ્પ સાથે જોડાવા માટે અપીલ કરતા આ બેનરમાં લોકોને સાથે જોડાવા માટે http:www.Janvikalpa.in અથવા મોબાઈલ નંબર ૭૮૭૮૭૮૯૮૦૦ પર મિસકોલ આપી પોતાને રજિસ્ટર કરાવા અપીલ કરી છે.

જન વિકલ્પની વેબસાઇટમાં કહેવામાં આવ્યું છે કે પાછલા ૭૦ વર્ષમાં ભાજપ અને કોંગ્રેસે ફકત 'અત્યાચાર, શોષણ, ગરીબી, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સીવાય કંઈ આપ્યું નથી.' આ કેમ્પેઇનમાં તેમણે GSTના કારણે ઇન્ડસ્ટ્રી અને ટ્રેડર્સને પડતી મુશ્કેલીનો પણ અંત લાવવાનું વચન આપ્યું છે. તેમજ મોંઘી શીક્ષણ અને આરોગ્ય સેવામાંથી મુકતીનો પણ વાયદો કર્યો છે. જોકે વાઘેલાએ હજુ સુધી આ ગ્રુપ સાથે પોતાને પ્રોજેકટ કર્યા નથી. તેમણે કહ્યું કે, 'સમાજના જુદા જુદા વર્ગોના પ્રતિનિધિઓ મારી પાસે આવ્યા હતા. તેમણે આ મોરચો લોન્ચ કર્યો છે. જો તેઓ કહેશે તો હું આગેવાની લઈશ.' આ મોરચો એકિટવિસ્ટ અને ઇન્ટેલેકચ્યુઅલ લોકોએ બનાવ્યો છે.