Bread Cheese Toast - ફક્ત 10 મિનિટમાં બનાવો બ્રેડ ચીઝ ટોસ્ટ
આપણે મોટાભાગે સાદા ટોસ્ટ જ ખાઈ લઈએ છીએ તેથી આજે અમે તમને બતાવી રહ્યા છે કે ફક્ત 5 મિનિટમાં બ્રેડથી પણ ટેસ્ટી ચીઝ ટોસ્ટ કેવી રીતે બનાવી શકાય છે તો પછી .. તો ચાલો બનાવીએ બ્રેડ ચીઝ ટોસ્ટ (bread cheese toast)
સામગ્રી - બ્રેડ સ્લાઈસ 8 નંગ
ડુંગળી - એક નંગ
લીલા મરચા - 5 નંગ
લીંબૂનો રસ - બે ચમચી
કાળા મરી પાવડર - ચપટીભર
ઑરિગેનો - એક મોટી ચમચી
ગ્રીન શિમલા મરચા - અડધી
લીલા ધાણા - એક ચમચી
ચીઝ સ્લાઈસ તમારી ઈચ્છા મુજબ
શિમલા મરચા, ડુગળી, લીલા મરચા અને લીલા ધાણાને ઝીણા સમારીને એક બાઉલમાં મુકો અને તેમા લીંબૂનો રસ ઓરિગેનો અને કાળા મરી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો.
હવે મીડિયમ ગેસ પર નૉન સ્ટિક તવો મુકો અને તેમા બધી બ્રેડને એક એક કરીને બ્રાઉન થતા સુધી સેકી લો હવે બધી બ્રેડ સ્લાઈસ પર તૈયાર મિશ્રણને ફેલાવો અને તેના પર ચીઝ સ્લાઈસ મુકી દો. (તમે ચીઝને છીણીને પણ ભભરાવી શકો છો)
હવે એક એક કરીને તવા પર મુકો અને જ્યારે ચીઝ ઓગળવા માંડે તો તાપ પરથી ઉતારી લો. તૈયાર બ્રેડ ચીઝ ટોસ્ટને ચા કે કોફી સાથે ખાવ ને બીજાને પણ ખવડાવો.