સંબંધિત સમાચાર
- અમદાવાદમાં પ્રેસ કોન્ફરેંસ કરીને રાહુલે કર્યો જોરદાર જીતનો દાવો.. બોલ્યા શુ મંદિર જવુ ખોટુ છે..
- જાણો હાર્દિક મોદી અને મીડિયાને કેવી રીતે ભારે પડ્યો?
- બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના પડઘમ આજે સાંજથી શાંત થશે
- સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો: નલિયા સૌથી ઠંડું નગર
- રિવરફ્રન્ટ પર પ્રથમ વાર સી પ્લેનનો પ્રયોગ સફળ, વડાપ્રધાન સવાર થઈને માં અંબાના દર્શન કરશે
ગુજરાતમાં કોંગ્રેસ જીતશે તો ફટાકડા પાકિસ્તાનમાં ફૂટશે - વિજય રૂપાણી
વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે ૫ વાગે થંભી જશે ત્યારે પ્રચારના છેલ્લા દિવશે આજે આણંદના અંબાજી મંદિર પાસે ગુજરાતના મુખ્યમંત્રીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ 15 મિનીટમાં જ બે અલગ અલગ નિવેદનો કર્યા હતા. આણંદમાં અંબાજી મંદિર પાસે યોજાયેલ જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જો 15મી તારીખે ગુજરાતમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં લોકો આતશબાજી કરી દિવાળી મનાવશે, પણ જો કોંગ્રેસની ગુજરાતમાં જીત થશે તો પાકિસ્તાનમાં લોકો ફટકડા ફોડવાના છે.
ગુજરાતમાં ભાજપની જીત થશે તો ગુજરાતમાં ફટાકડા ફોડી દિવાળી મનાવવામાં આવશે, પણ જો કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે તે વાત નક્કી છે. આ જાહેર સભાને સંબોધ્યા બાદ મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં પાકિસ્તાન માં ફટાકડા કેમ ફૂટશેનો પ્રશ્ન પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ ફેરવી તોળ્યું હતું કે, 18મી તારીખે કોંગ્રેસ ગુજરાતમાં હારી જશે અને તેથી પાકિસ્તાનમાં માતમ છવાઈ જશે.