શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 30 ઑક્ટોબર 2017 (11:27 IST)

રૂપાણીનો હાર્દિક પર પ્રહાર - કોંગ્રેસ નહી.. અનામત પર હાર્દિક પોતાનુ વલણ સ્પષ્ટ કરે

ગુજરાત ચૂંટણીમાં એક મુખ્ય ચેહરો બનેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધો હુમલો કરતા કહ્યુ કે હાર્દિકે અનામત પર પોતાનુ વલણ સ્પષ્ટ કરી દેવુ જોઈએ.  પટેલ દ્વારા કોગ્રેસને અનામત મુદ્દે ત્રણ નવેમ્બર સુધી વલણ સ્પષ્ટ કરવાનુ અલ્ટીમેટટ આપવા પર કટાક્ષ કરતા રૂપાણીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પાટીદારોને ઓબીસી કોટા હેઠળ અનામત આપવા વિશે ક્યારેય વચન આપ્યુ નહોતુ.. પણ પટેલે પોતાના સમુહને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનુ સમર્થન કરવાનુ કહ્યુ. 
 
રૂપાણીએ અનામત મુદે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા 10 ટકા ઇબીસી આપી દેવામાં આવ્યું છે. પરંતુ કોંગ્રેસ પાટીદાર સમાજને ઓબીસીમાં કઇ રીતે સમાવેશ કરશે તે અંગે સ્પષટતા કરે. રૂપાણીએ હાર્દિક પટેલ પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી પાટીદાર સમાજને જાણ કરે તેમ રૂપાણીએ જણાવ્યું હતું.
 
4 વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે આર્થિક અનામત બાબતે સ્ટેન્ડ ક્લીયર કર્યું છે પરંતુ હાર્દિકે કોઇ સ્ટેન્ડ ક્લીયર નથી કર્યું. આંદોલનકારીઓની ડિમાન્ડ ઓબીસીમાં અનામત માટે હતી પરંતુ કોંગ્રેસે ઇબીસીની વાત કરી છે.