સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 30 ઑક્ટોબર 2017 (11:03 IST)

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર (30-10-2017)

Ind. vs NZ - ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતનો 6 રને રસપ્રદ વિજય 
 
ગ્રીનપાર્ક સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈંડિયાએ ન્યૂઝીલેન્ડને 6 રને કારમી હાર આપી હતી. કિવી ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 337 રન કર્યા હતા. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાના હાથમાંથી મેચ સાથે-સાથે સીરીઝ પણ સરકી રહી છે. જોકે, ભારતીય બોલર્સે અંતિમ બોલ સુધી મેચ જીતની આશા છોડી નહતી અને ન્યૂઝીલેન્ડના હાથમાં આવેલી જીતને પડાવી લીધી હતી.
 
રેશમા પટેલને ટંકારા બેઠક પર ભાજપા ટિકિટ આપશે 
 
વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસરને ઓછી કરવા માટે ભાજપ દ્વારા પાસના કન્વિનર રેશ્મા પટેલ અને વરુણ પટેલને પક્ષમાં સામેલ કરાયા છે. ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે રેશ્મા પટેલને ટંકારા બેઠક પરથી ભાજપ ટિકીટ આપશે.
 
સિવિલ હોસ્પિટલમાં બે દિવસમા6 20 નવજાતના મોત 
 
અમદાવાદની  સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં જ ૨૦ નવજાત શિશુના મોત થતાં તંત્રની સામે ચોતરફ ફીટકારની લાગણી ઊભી થઇ છે. તંત્રએ અપમૃત્યુની વાતનો સ્વીકાર કરવાને બદલે રીતસર નફ્ફટાઇ દર્શાવી હતી. શનિવારે એક જ દિવસમાં નવ નવજાત શિશુઓ મોતને ભેટયા હતા જ્યારે ૪૮ કલાકમાં ૧૮ બાળકોના અપમૃત્યુ થયા હતા જ્યારે આજે રવિવારે વધુ બે નવજાત બાળકો મોતને ભેટયા હતા. આ બાળકોના અપમૃત્યુને પગલે રાજ્ય સરકારે તપાસ કમિટી નીમી દીધી છે. તપાસ કમિટીએ સિવિલ હોસ્પિટલના નીયોનેટલ વોર્ડની મુલાકાત લઈ માત્ર ૩૦ મીનિટમાં તપાસ સમેટી લીધી હતી. જે તેની વિશ્વસનિયતા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. હવે અગામી ૨૪ કલાકમાં તપાસ રિપોર્ટ આવે બાદ બેદરકારી હશે તો કડક પગલાં લેવાની સરકારે ખાતરી આપી છે.
 
હાર્દિક પટેલ પ્રત્યે પાટીદાર સમાજની નારાજગી 
 
પાટીદાર અનામત આંદોલનનો 'ચહેરો' બની ચૂકેલા હાર્દિક પટેલ રાજકીય વલણ સ્પષ્ટ નહીં કરી શકતાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી તેનો વિરોધ શરૃ થઇ ગયો છે. આજે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાટીદારોએ હાર્દિક વિરુદ્ધ 'પાટીદાર સમાજનો ગદ્દાર હાય હાય' ના નારા લગાવ્યા હતા.હાર્દિક હવે કોંગ્રેસનો એજન્ટ બની આંદોલન પાછળ રાજનીતિ ખેલી રહ્યો હોવાના આક્ષેપ થવા લાગ્યા હતા. હાર્દિક હવે કોંગ્રેસનો એજન્ટ બની આંદોલન પાછળ રાજનીતિ ખેલી રહ્યો હોવાના આક્ષેપ થવા લાગ્યા હતા.
 
હાર્દિક અનમાત મુદ્દે સ્પષ્ટ કરે - રૂપાણી 

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ હાર્દિક પટેલને અનામત મુદ્દે સ્પષ્ટતા કરવાનુ કહ્યુ કે તે પાટીદાર સમાજને જાણ કરે તેને  ખરેખર ઓબીસી અનામત કે આર્થિક અનામત જોઈએ છે રૂપાણીએ જણાવ્યું હતું.પાટીદારોને 20 ટકા આર્થિક અનામત આપવાની માગણી હાર્દિક પટેલ દ્વારા કરાઈ છે, બીજી બાજુ હાર્દિકે પાટીદારો માટે ઓબીસી અનામતની માગણી કરી છે ત્યારે હાર્દિકને ખરેખર ઓબીસી અનામત કે આર્થિક અનામત જોઈએ છે તે બાબતે સ્પષ્ટતા કરે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

નોટબંધી પછી જમા થયેલ નાણાની ગણતરી હજુ પૂરી થઈ નથી - આરબીઆઈ
આઠમી નવેમ્બરે નોટબંધીને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે હજુ પણ આરબીઆઇ કહે છે કે અમે નોટબંધી બાદ જે પણ નાણા જમા થયા તેની ગણતરી અમે કરી રહ્યા છીએ. એક આરટીઆઇના જવાબમાં આ માહિતી આરબીઆઇએ આપી હતી. જેમાં એમ પણ પૂછવામા આવ્યું હતું કે હજુ પણ નોટોની ગણતરીમાં કેટલો સમય લાગશે. જવાબમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે આ માટે કોઇ ચોક્કસ સમયગાળો નક્કી કરવામાં આવ્યો નથી પણ ગણતરી અને બાકીની પ્રક્રિયા ચાલુ છે.