ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2017 (15:50 IST)

જાણો શંકરસિંહ વાઘેલાના પક્ષમાંથી કોણ કોણ ચૂંટણી લડશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબ્બકા માટે ભાજપ કોંગ્રેસ તેમના ઉમેદવારની યાદી જાહેર કરવાની બબાલમાં હતા, ત્યારે શંકરસિંહ વાઘેલા બાપુએ શનિવારના રોજ પોતાના 70 જેટલાં ઉમેદવારને ચૂંટણી લડવાનો સત્તાવાર આદેશ મોકલી આપ્યો છે એવું રાજકીય સુત્રો જણાવી રહ્યાં છે.  ભાજપ અને કોંગ્રેસ કોને ટિકિટ આપી રહ્યું છે. તેની બધા ઉત્સુકતાપુર્વક રાહ જોઈ રહ્યા હતા, ત્યારે બંન્ને  કરતા વિપરિત બાપુના જનવિકલ્પની હતી, બાપુને ત્યાં ટિકિટ લેવા માટે કોઈએ દબાણ કરવાનું ન્હોતુ, કારણ બાપુ પોતાના જનવિકલ્પની ટિકિટ લેવા માટે કોઈ ઉમેદવાર આવે તેની રાહ જોઈ બેઠા હતા.

બાપુ કેટલાં અને કયાંથી ઉમેદવાર ઊભા રાખશે તેની ઉત્સુકતા મીડિયાને પણ ન્હોતી, જેના કારણે શનિવારના રોજ બાપુ દ્વારા પહેલા તબ્બકાની ચૂંટણી માટે 70 જેટલાં ઉમેદવારને ચૂંટણી લડવાનો આદેશ આપ્યો છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે બાપુની 70 ઉમેદવારમાં બાપુ પાસે સમખાવા પુરતુ પણ એક મોટું નામ નહીં હોવાને કારણે બાપુએ ઉમેદવારોની યાદી જાહેર કર્યા વગર જે તે ઉમેદવારને ટ્રેકટરના નિશાન ઉપર ચૂંટણી લડવાનો આદેશ આપી દીધો છે. બાપુના આ ઉમેદવારમાં કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા હોય તેવા ઉમેદવારને પોતાની પક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.