રાહુલ ગાંધીએ રાણકીવાવની મુલાકાત લીધી, સેલ્ફીનો આનંદ પણ માણ્યો
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કોંગ્રેસની નવસર્જન યાત્રાનો અંતિમ તબક્કો પુરો કરવા કમર કસી છે. તેમણે ઉત્તર ગુજરાતની 13થી વધુ સીટો પર પ્રચાર કર્યો હતો અને લોકોને સંબોધીત પણ કર્યાં હતાં. તેમને સૌથી વધુ જનસમર્થન પાટણમાં મળ્યું હતું ત્યારે હવે તેમણે પાટણની રાણકી વાવની પણ મુલાકાત લીધી હતી, આ મુલાકાત દરમિયાન તેમણે પોતાના ફોનથી સેલ્ફી પણ લીધી હતી.
વાવની મુલાકાત દરમિયાન રાહુલે સ્થાનિક નેતાઓ પાસેથી રાણી કી વાવનો ઇતિહાસ જાણ્યો હતો. રાહુલ ગાંધીએ રાણી કી વાવમાં અનેક એવી જગ્યાઓમાં ફર્યા હતા, ત્યાં જો કોઇ સામાન્ય વ્યક્તિ આ વાવની મુલાકાત લેવા આવે તો તેને જવા દેવામાં આવતી નથી. એ સ્થળ ખાસ વીઆઇપી લોકો માટે જ ખોલવામાં આવે છે. સોમાવારે જ્યારે રાહુલ ગાંધી આ વાવની મુલાકાતે આવ્યા ત્યારે તેમને ત્યાં જવા દેવામાં આવ્યા હતા, જેની સેલ્ફી રાહુલ ગાંધીએ ખેંચી હતી.